અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ: ચીનનો અમેરિકાનો ઝટકો

છેલ્લા ૬૦ વર્ષથી અરુણાચલ ભારતનો ભાગ

ભારતના ભાગો પર ચીન સતત અધિકાર જમાવવા અને આક્રમક સૈનિક કાર્યવાહીઓથી અમેરિકા પણ ઘણુ નારાજ છે. ચીને ગત દિવસોમાં ન ફક્ત લદ્દાખ પરંતુ અરુણાચલ પ્રદેશને પણ વિવાદિત વિસ્તાર ગણાવ્યો છે. જોકે આ મુદ્દા પર ભારતને અમેરિકાનો સાથ મળ્યો છે. અમેરિકાએ કહૃાું કે તે છેલ્લા ૬૦ વર્ષથી અરુણાચલ ભારતનો ભાગ માને છે અને આ નીતિમાં કોઈ ફેરફાર નહીં થાય. બીજી તરફ અમેરિકન કોંગ્રેસે ચીનની વિરુદ્ધ નિર્ણાયક કામગીરી કરવાની વાત કરી છે.

અમેરિકાના ગૃહ વિભાગે નિવેદન આપ્યું છે કે લગભગ ૬૦ વર્ષથી અમેરિકાએ અરુણાચલ પ્રદેશને ભારતનો ભાગ માન્યું છે. અમે એક્ચ્યૂલ લાઈન ઓફ કન્ટ્રોલ પર સૈન્યની કે નાગરિકના માધ્યમથી થઈ રહેલી કોઈ પ્રકારની ઘૂષણખોરીના એક પક્ષીય પ્રયાસનો વિરોધ કરીએ છીએ. તેમજ વિભાગે કહૃાું કે વિવાદિત વિસ્તાર વિશે અમે ફક્ત એટલુ કહી શકીએ કે અમે ભારત અને ચીનની દ્વીપક્ષીય રસ્તા માટે તેમને પ્રોત્સાહિત કરીએ છીએ અને સૈન્ય બળ ઉપયોગમાં ન લેવા માટે અપીલ કરીએ છીએ. ગત મહિના ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિનથી જ્યારે અરુણાચલમાંથી ગાયબ થયેલા ૫ યુવકો વિશે પુછવામાં આવ્યું તો તેમણે ભારતીયો અંગે માહિતી આપવાની જગ્યાએ તેને ચીનને ભાગ ગણાવ્યું. લિજિને કહૃાું કે ચીને ક્યારેય તેને અરુણાચલ પ્રદેશ માન્યુ જ નથી. જે ચીનના દક્ષિણી તિબ્બતનો વિસ્તાર છે.

અમેરિકન કોંગ્રેસની એક રિપોર્ટમાં ચીનના સંકટનો સામનો કરવા માટે નિર્ણાયક કાર્યવાહીની સલાહ આપતા આરોપ લગાવ્યો છે કે ચીન માનવાધિકાર હનનમાં સામિલ છે અને સૈન્ય તૈનાતી વધારી રહૃાું છે. તથા તેણે બીજા દેશોની સંપ્રભૂતાનો ભંગ કર્યો છે.