અકસ્માતમાં યુવક બન્યો બ્રેનડેડ, અંગદાન કરી ૮ લોકોને આપ્યું જીવતદાન

સુરતના હીરા ઉધોગમાં આવેલા રામકૃષ્ણ એક્ષપોર્ટમાં રત્નકલાકાર તરીકે કામ કરતા પીયુષભાઇનું મોટરસાયકલ સ્લીપ થઇ જતા માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગયા હતા. ઘટના સ્થળે હાજર લોકોએ પિયુષને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તબીબોએ બ્રેઈન ડેડ જાહેર કરતા પરિવારે યુવાનના અંગોમાં હદય, ફેફસાં, કિડની, લિવર, પેક્ધ્રીઆસ અને ચક્ષુઓ પરિવારે દાન કરી આઠ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી છે.

સુરતના રામકૃષ્ણ એક્ષ્પોર્ટમાં રત્નકલાકાર તરીકે કામ પરિવારનું ગુજરાન ચાલતો પીયુષ નારણભાઈ માંગુકિયા (મૂળ ગામ-માળવાય, તા-મહુવા, જીલ્લો-ભાવનગર) થોડા દિવસ પહેલા પીયુષ કામ પરથી છુટ્યા બાદ અમરોલી ચારભુજા આર્કેડ એન્ડ રેસીડેન્સીમાં રહેતા સસરાને ત્યાં બીમાર પત્નીને મળવા ગયો હતો.

ત્યાંથી રાત્રે ૧૦:૦૦ કલાકે ઘરે પરત ફરી રહૃાો હતો ત્યારે અમરોલી સાયણ રોડ પર સાયણ ચેકપોસ્ટ પાસે આવેલ સદગુરુ પેટ્રોલપંપ પાસે મોટરસાયકલ સ્લીપ થઇ જતા માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગયો હતો. ઘટના સ્થળે હાજર લોકોએ પિયુષને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યો. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યુ હતો જોકે સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી.

નિદાન માટે સીટી સ્કેન કરાવતાં બ્રેઈન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું બુધવાર તા.૨૮ ઓકટોબરના રોજ ન્યૂરોસર્જન પીયુષને બ્રેનડેડ જાહેર કર્યો હતો. આયુષ હોસ્પીટલના મેડીકલ એડમિનિસ્ટ્રેટર સ્ટેટ એડવાઇઝરી કમિટી ફોર ઓર્ગન અને ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટેશનના કમિટી મેમ્બર અને ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી પીયુષના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી પીયુષના પિતા નારણભાઈ, મોટા પપ્પા ભુરાભાઈ, ભાઈ પરેશ, સાળા સંજયભાઈ, પિતરાઈ ભાઈ હસમુખભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદૃાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી.