Saturday, January 16, 2021
Home General ૭ ઉપપ્રમુખ, ૮ મહામંત્રી અને ૧૩ મંત્રીઓ સાથે પ્રદેશ માળખુ જાહેર

૭ ઉપપ્રમુખ, ૮ મહામંત્રી અને ૧૩ મંત્રીઓ સાથે પ્રદેશ માળખુ જાહેર

ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે ભાજપના પ્રદેશના નવા માળખાની રચના કરી તેમાં ૭ ઉપપ્રમુખ, ૮ મહામંત્રી અને ૧૩ મંત્રીઓ સાથે પ્રદેશ માળખુ જાહેર કર્યુ હતું.

ગુજરાત પ્રદેશ પ્રમુખે ભાજપના પ્રદેશના નવા માળખાની રચના કરી તેમાં ૭ ઉપપ્રમુખ, ૮ મહામંત્રી અને ૧૩ મંત્રીઓ સાથે પ્રદેશ માળખુ જાહેર કર્યુ હતું. પાટીલે ભાજપ સંગઠનમાં વર્ષોથી જામી પડેલા નેતાઓને રવાના કરીને નવા ચહેરોઓને તક આપી છે. જેમા તેઓએ ગુજરાતાં નવા બે ઉપપ્રમુખને સામેલ કર્યા છે. પ્રદેશ ભાજપની ટીમમાં ભરત બોઘરા અને મહેન્દ્ર પટેલ ઉપપ્રમુખ તરીકે સામેલ થયા છે. ત્યાં જ જયશ્રીબેન દેસાઈ પ્રદેશ મહામંત્રી બનાવાયા છે. યમલ વ્યાસ પ્રદેશના મુખ્ય પ્રવક્તા જાહેર કરાયા છે. યજ્ઞેશ દવેને પ્રદેશ મીડિયા પ્રભારી બનાવાયા છે.

આ સાથે જ કિશોર મકવાણા પ્રદેશ સહ મીડિયા પ્રભારી બનાવાયા છે. નિખીલ પટેલને પ્રદેશ કન્વીનર આઇ.ટી સેલ બનાવાયા છે. સિદ્ધાર્થ પટેલ પ્રદેશ કન્વીનર સોશિયલ મીડિયા બનાવાયા છે. મનન દાણીને પ્રદેશ સહ કન્વીનર સોશિયલ મીડિયા બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે, ગત ત્રણ દિવસ પહેલા ૭ જાન્યુઆરીએ ભાજપ દ્વારા માળખાનાં પ્રથમ તબક્કાનાં નામ જાહેર થયા હતા. જેમાં અનેક નવા ચહેરાઓને સ્થાન અપાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

વાગરા તાલુકામાં ૫૦૦ કરોડના જમીન કોભાંડનો ખેડૂત હિતરક્ષક દળનો આરોપ

ખેડૂત હિતરક્ષક દળનો આજ રોજ ભરૂચમાં કાર્યક્રમ યોજ્યો હતો જેમાં અને ગુજરાત સરકારની નિષ્ફળતા અને નિસ્થુરતા અંગે સુત્રોચ્ચાર કર્યા હતાં. સાથે જ...

૧૫ જાન્યુઆરી પછી લગ્નમાં ૨૦૦ મહેમાનની મંજૂરી મળે તેવી શક્યતા

રાત્રિ કર્યૂનો સમય પણ ઘટાડવામાં આવી શકે છે રાજ્યમાં કોરોના મહામારી દરમિયાન લૉકડાઉન લગાવવામાં આવતાં લગ્ન પ્રસંગો બંધ...

ઉધનાની આંગડીયા પેઢીના કર્મીને લુંટવાના ઈરાદે આવેલી ટોળકી હથિયાર સાથે ઝડપાયા

સુરત શહેરના ઉધના સીલીકોન શોપર્સમાં આવેલી મહેન્દ્રભાઈ સોમાભાઈ કંપની નામની આંગડીયા પેઢીના કર્મચારીને પેઢીમાંથી રોકડ રકમ લઈને નીકળતી વખતે લૂંટી લેવાના ઈદારે...

બુધવારી બજારમાં પાથરણા પાથરી ધંધો કરતી મહિલાઓ પર મહિલા પીએસઆઈનો લાઠીચાર્જ

બાબરામાં બુધવારી બજારમાં પાથરણા પાથરી ધંધો કરતી મહિલાઓ પર આજે પોલીસ તૂટી પડી હતી. મહિલા દ્વારા મહિલાઓ પર લાઠીચાર્જ કરવામાં આવતા ભાગદૃોડ...

Recent Comments

× Get Now Free E-Newspaper.