Saturday, January 16, 2021
Home GUJARAT ૭૦% આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે

૭૦% આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે

આરટીઆઈમાં ચોંકાવનારો ખુલાસો

અમદૃાવાદૃ શહેરમાં ચાલુ નાણાંકીય વર્ષમાં આશરે દૃસ હજાર કરોડનું બજેટ મંજૂર કરાયું છે. અને શાસક પક્ષ દ્વારા કેટલાક વધારાના વિકાસના કામોને પણ લીલી ઝંડી અપાઈ છે. જો કે કોરોના મહામારીના પગલે આ મસ્તમોટા વિકાસના કામો ફક્ત કાગળ પરજ રહી જાય તો કોઈ નવાઈ નહિ. જોકે શરમજનક બાબત એ છે કે, આંગણવાડીમાં પોષણયુક્ત આહાર લેવા માટે આવતા ગરીબ પરિવારના બાળકો પ્રત્યે નજર નાખવામાં આવતી જ નથી. આમ તો શહેરમાં સ્માર્ટ આંગણવાડીના ઢોલ નગારા વગાડવામાં આવી રહૃાા છે. પરંતુ આર.ટી.આઈ એક્ટિવિસ્ટની આરટીઆઈમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, અમદાવાદ શહેરમાં ચાલી ૨૦૯૫ આંગણવાડી પૈકી ૧૪૩૭ આંગણવાડી કેન્દ્રો ભાડાના મકાનમાં ચાલી રહૃાા છે. જ્યારે ૪૮૨ કેન્દ્રો જુદી જુદી યોજનાઓ હેઠળ બનેલા સરકારી મકાનમાં ચાલી રહૃાા છે. વધુમાં આઈ.સી.ડી.એસ વિભાગના જવાબમાં જણાવવામાં આવ્યું છે કે, ૧૭૫ કેન્દ્રો અન્ય સરકારી શાળાઓના કમ્પાઉન્ડમાં, પ્રા. શાળા અને કોમ્યુનિટી હોલ વગેરેમાં ચાલી રહૃાા છે.

ગરીબ પરિવારના બાળકો કુપોષણનો ભોગ ન બને તેવા આશયથી તંત્ર આંગણવાડી કેન્દ્રો ચલાવે છે. છ માસથી છ વર્ષ સુધીના બાળકોને બાલશક્તિ અને માતૃશક્તિ યોજના હેઠળ વય જૂથ પ્રમાણે બાલભોગ કે સુખડી અપાય છે. તે આંગણવાડીમાં આપવામાં આવતી હતી, પરંતુ હવે કોરોના મહામારીને પગલે સુખડી બનાવી લાભાર્થી બાળકોને પોતાના ઘર સુધી અઠવાડિયામાં ૩ વાર પહોંચાડવાની જવાબદૃારી પણ સોંપવામાં આવી છે. શહેરમાં ચાલતી આંગણવાડી કેન્દ્રો દીઠ ૩૦ લાભાર્થી ભૂલકા મુજબ શહેરમાં ચાલતી ૨૦૯૫ આંગણવાડીમાં આશરે ૮૨૮૮૦ તંદૃુરસ્ત શરીરનો લાભ આંગણવાડીના પૌષ્ટિક આહારથી મેળવી શકે છે. પરંતુ તેમાં દૃુ:ખની બાબત એ છે કે, આંગણવાડી પ્રત્યે હંમેશા ઓરમાયું વર્તન રાખવામાં આવે છે. શહેરમાં વર્ષ ૨૦૧૫-૧૬ માં કુલ ૨૦૪૫ આંગણવાડી કેન્દ્રો હતા.

જે વધીને ૨૦૧૯ -૨૦ માં ૨૦૯૫ થયા છે. એટલે કે છેલ્લા ચાર વર્ષમાં ફક્તને ફક્ત ૫૦ આંગણવાડી કેન્દ્રોનો વધારો નોંધાયો છે. મ્યુનિ. તિજોરીમાંથી ભાડાના મકાનમાં ચલાવતી આંગણવાડી માટે એન.જી.ઓને દર મહિને રૂપિયા ૬૦૦૦ નું ભાડું ચૂકવાઈ રહૃાું છે. એટલે કે દર મહિને રૂપિયા ૮૬.૨૨ લાખ અને દર વર્ષે ૧૦.૩૫ કરોડ જેટલી અધધ વિવિધ એન.જી.ઓને ચૂકવવામાં આવી રહૃાાં છે. શહેરમાં ચાલતી ૧૨૭૬ આંગણવાડી કેન્દ્રોની સુપરવિઝનની જવાબદારી એનજીઓના સુપરવાઈઝરને સોંપાઈ હોઈ તે માટે આંગણવાડી દીઠ ૧૦૦૦ રૂપિયા અલગથી સુપરવિઝન ચાર્જ ચૂકવવામાં આવે છે. આરટીઆઇ એક્ટિવિસ્ટ યશ મકવાણાની આર.ટી.આઈના જવાબમાં આ પ્રકારની ચોંકાવનારી વિગતો જાણવા મળી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

વાગરા તાલુકામાં ૫૦૦ કરોડના જમીન કોભાંડનો ખેડૂત હિતરક્ષક દળનો આરોપ

ખેડૂત હિતરક્ષક દળનો આજ રોજ ભરૂચમાં કાર્યક્રમ યોજ્યો હતો જેમાં અને ગુજરાત સરકારની નિષ્ફળતા અને નિસ્થુરતા અંગે સુત્રોચ્ચાર કર્યા હતાં. સાથે જ...

૧૫ જાન્યુઆરી પછી લગ્નમાં ૨૦૦ મહેમાનની મંજૂરી મળે તેવી શક્યતા

રાત્રિ કર્યૂનો સમય પણ ઘટાડવામાં આવી શકે છે રાજ્યમાં કોરોના મહામારી દરમિયાન લૉકડાઉન લગાવવામાં આવતાં લગ્ન પ્રસંગો બંધ...

ઉધનાની આંગડીયા પેઢીના કર્મીને લુંટવાના ઈરાદે આવેલી ટોળકી હથિયાર સાથે ઝડપાયા

સુરત શહેરના ઉધના સીલીકોન શોપર્સમાં આવેલી મહેન્દ્રભાઈ સોમાભાઈ કંપની નામની આંગડીયા પેઢીના કર્મચારીને પેઢીમાંથી રોકડ રકમ લઈને નીકળતી વખતે લૂંટી લેવાના ઈદારે...

બુધવારી બજારમાં પાથરણા પાથરી ધંધો કરતી મહિલાઓ પર મહિલા પીએસઆઈનો લાઠીચાર્જ

બાબરામાં બુધવારી બજારમાં પાથરણા પાથરી ધંધો કરતી મહિલાઓ પર આજે પોલીસ તૂટી પડી હતી. મહિલા દ્વારા મહિલાઓ પર લાઠીચાર્જ કરવામાં આવતા ભાગદૃોડ...

Recent Comments

× Get Now Free E-Newspaper.