૬ વર્ષમાં કૂતરા પકડવા-ખસિકરણ માટે ૩.૪૭ કરોડનો ખર્ચ કર્યાનો આરટીઆઈમાં ખુલાસો

સુરત શહેરમાં કોરોના કાળમાં કથિત કૌભાંડને લઈને ચર્ચાનો વિષય બન્યો છે. પહેલા ૧૫ કરોડનું કઢી-ખિચડી કથિત કૌભાંડ બાદ ૬ વર્ષમાં કૂતરા પકડવા-ખસિકરણ માટે ૩.૪૭ કરોડનો ખર્ચ કર્યાનો આરટીઆઈમાં ખુલાસો આપ્યો હતો. જ્યારે હવે કોરોના કાળમાં ક્લસ્ટર વિસ્તારમાં પતરાં અને મંડપ બાંધવાનો માત્ર સેન્ટ્રલ ઝોનમાં ૨૪ લાખથી વધુનો ખર્ચ થયો હોવાનો આરટીઆઈમાં ખુલાસો થયો છે. જેના પગલે પાલિકા ફરી ચર્ચાનું કેન્દ્ર બની છે. અશ્ર્વિન લાઠીયાએ જણાવ્યું હતું કે, ૪ જુલાઈના રોજ આરટીઆઈ કરી હતી. જેમાં ક્લસ્ટર અને કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં પતરાં અને મંડપ બાંધવામાં કેટલો ખર્ચ કરવામાં આવ્યો હોવા અંગે ખુલાસો કરવા જણાવ્યું હતું. જેમાં સેન્ટ્રલ ઝોન તરફથી માહિતી આપવામાં આવી હતી. આ માહિતી મુજબ ૨૪ લાખ કરતા પણ વધુ ખર્ચો થયો હતો.

જેમાં એ.એમ. ટપાલી મંડપ કોન્ટ્રાક્ટર ૬.૯૨ લાખ અને સુવિધા કેટર્સ નામની સંસ્થાને ૧૭ લાખથી વધુના બીલો એક તારીખના બનાવી ચૂકવવામાં આવ્યા છે.
એક જ ઝોનની અંદર આટલો ખર્ચો હોય તો સુરતમાં આ સિવાય અન્ય સાત ઝોન છે. આ ઝોનમાં પણ લીંબાયત અને રાંદેરમાં મોટા ભાગનો વિસ્તાર ક્લસ્ટર ઝોનમાં જાહેર કરવામાં આવેલો હતો. જેમાં પતરાં અને મંડપનો ખર્ચો કેટલો લાગેલો હશે તે તપાસનો વિષય છે. આઈટીમાં ૨૬ જૂનથી ૩૧ જુલાઈ સુધીની માહિતી આપવામાં આવી છે. રિંનગ ફુટે ૯થી ૧૫ રૂપિયા ચૂકવ્યા છે. ૪ ફૂટથી ઊંચા પતરા લગાવવાનો ભાવ સ્કેવર ફુટ પ્રમાણે ગણાય છે. જેમાં મનપા દ્વારા ૧૦ રૂપિયા સ્કેવર ફૂટના ચૂકવાયા છે. એ. એમ. ટપાલી મંડપ કોન્ટ્રાક્ટરને ૯ એપ્રિલથી ૧૦ જૂનના ૬,૯૨,૨૯૨ ચૂકવાયા છે. સુવિધા કેટરર્સને નાણાં અલગ અલગ બીલથી ચૂકવાયા છે. કોરોના સંક્રમણ થતાં જ અચાનક આવી પડેલા લોકડાઉનમાં શ્રમિકોની હાલત કફોડી બની હતી. એવા સમયે શ્રમિકો અને ગરીબોને જમાડવા માટે સામાજિક સંસ્થાઓ આગળ આવી હતી. લગભગ ૫૦૦ જેટલી સેવાભાવી સંસ્થાઓએ લોકડાઉન દૃરમિયાન ગરીબોના પેટનો ખાડો બે ટંક ખીચડી-કઢી સહિતનું ખવડાવી પૂર્યો હતો.

લગભગ ૩ કરોડથી વધુ લોકોને જમાડવામાં આવ્યા હતા. એનજીઓ દ્વારા થયેલી આ સેવાની સર્વત્ર સરાહના થઈ હતી. જોકે હકીકત કંઈક જુદૃી જ આરટીઆઈમાં સામે આવી છે. સેવા કરનારી આ સંસ્થાઓએ લાખો કરોડો રૂપિયાનાં બિલ પાલિકામાં મૂકીને પાસ કરાવી લીધાંનું સામે આવ્યું હતું. જ્યારે ત્યારબાદૃ સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા છ વર્ષમાં કૂતરાઓને પકડવા અને ખસીકરણ કરવા માટે ૩.૪૭ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું. જોકે, આરટીઆઈ કરનારે આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, પાલિકા દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું છે.