૨ હજાર જેટલા કોંગ્રેસી કાર્યકરોએ વિધિવત ભાજપમાં પ્રવેશ કર્યો

વિધાનસભા પેટા ચૂંટણી પહેલા જ કપરાડા કોંગ્રેસમાં ભંગાળ

ગુજરાત રાજ્યમાં પેટાચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ૮ બેઠકો પર તમામ પક્ષો તડામાર તૈયારી કરવામાં લાગી ગયા છે. ત્યારે આ વચ્ચે રાજકીય ભૂંકપ સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે આ વચ્ચે કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા જ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ત્યારે બીજી તરફ વલસાડના ઉમરગામ તાલુકાના સરીગામ પંથકના ૨ હજાર જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓ ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં ભંગાણ થયું છે.

નોંધનીય છે કે રાજ્યના આદિૃજાતિ પ્રધાન રમણ પાટકરના વતન ધોડીપાડા ખાતે આયોજિત બે કાર્યક્રમોમાં સરી ગામ અને આજુબાજુના ગામડાઓમાંથી ૨ હજાર જેટલા કોંગ્રેસી કાર્યકરોએ વિધિવત ભાજપમાં પ્રવેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે પ્રધાન રમણ પાટકર તેમજ ઉમરગામ ભાજપના પ્રમુખ મુકેશ પટેલે કોંગ્રેસી કાર્યકરોએ ભાજપનો ખેસ પહેરાવી વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ આપ્યો. આગામી સમયમાં જિલ્લા પંચાયતની ચૂંટણી પણ આવી રહી છેપ ત્યારે કોંગ્રેસ માટે આ નુકસાન ભારે સાબિત થઈ શકે છે.