૨૨ રાજ્યોમાં યોજાયેલી હરિફાઇમાં ગુજરાતની ધો-૧૦ની વિદ્યાર્થિનીનો આઇડિયા થયો પાસ

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક ડો.એ પી જે અબ્દૃુલ કલામની યાદમાં યોજાયેલી મૌલીક વિચાર અને નવીન સંશોધન હરીફાઈમાં ૨૨ રાજ્યોમાંથી ૯૦૦૦ આઈડિયા મળ્યા હતા. જો કે આ હરીફાઈના મૂલ્યાંકનમાં એવોર્ડ માટે પસંદ કરાયેલા ૯ સ્પર્ધકોમાં સમગ્ર ગુજરાતમાંથી પાલનપુરની ચાર્મી પંડ્યાનો આઈડિયા પસંદગી પામ્યો છે. આધુનિક જગતમાં શિક્ષણ જેટલું જ મહત્વ નવ સર્જન કે નવ વિચારનું છે. ભારત રત્ન દેશના પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દૃુલ કલામની યાદમાં શરૂ થયેલી ઈગ્નાઇટ એવોર્ડ સમગ્ર દેશના બાળકો માટે એક અભિનવ સન્માન બન્યો છે.

બાળકોમાં રહેલી સર્જન શીલતા અને તેના દ્વારા વિવિધ સમસ્યાના સમાધાન માટે છેલ્લા એક દાયકાથી આ સન્માન આપવામાં આવી રહૃાું છે. જેથી સમગ્ર દેશના બાળકો પોતાના ઇનોવેશન આ સ્પર્ધામાં મોકલતા હોય છે. હજારો વિચારોમાંથી દર વર્ષે ૩૦ ઇનોવેશન પાસ કરી ૩૦ સ્પર્ધકોને એવોર્ડ અપાતા હોય છે. આ વર્ષે કોરોના મહામારીને કારણે સમગ્ર દેશમાંથી ૯૦૦૦ જેટલાં આઈડિયા મળ્યા હતા. જો કે આ ૯૦૦૦માંથી ૧૫ આઈડિયા પાસ થયા છે. મહત્વની વાત એ છે કે બનાસકાંઠાના પાલનપુરમાં રહેતી ચાર્મી પંડ્યા નામની ધોરણ ૧૦માં અભ્યાસ કરતી બાળાએ પણ વિકલાંગ વ્યક્તિઓ માટે ઉપર નીચે થતી ખુરશીનો આઈડિયા મોકલ્યો હતો. જે આઈડિયા મૂલ્યાંકનમાં પસંદ પામ્યો છે.

અને પાલનપુરની ચાર્મી પંડ્યા ડો. એ પી જે અબ્દૃુલ કલામ ઇગ્નાઈટ એવોર્ડમાં ઘોષિત થઇ છે. મહત્વની વાત એ છે કે ઇગ્નાઈટ એવોર્ડ ૨૦૨૦ માં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી માત્ર એક પાલનપુરની ચાર્મી પંડ્યાનું નામ ઘોસિત થતા ચાર્મી પંડ્યાએ સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય સહીત બનાસકાંઠા જિલ્લાનું નામ ગુંજતું કર્યું છે.