૨૦૦ રૂપિયાની ઉઘરાણીમાં મિત્રએ માર મારતા યુવકે ચાકૂના ઘા મારી કર્યો આપઘાત

સુરતમાં એક અજીબો ગરીબ ઘટના બની હતી મિત્ર પાસેથી લીધેલા ઉછીના ૨૦૦ રૂપિયા માટે મિત્રએ ઊઘરાણી કરતાં પહેલાં બંને મિત્ર વચ્ચે થયેલી માથાકૂટ બાદૃમાં ઉછીના રૂપિયા આપનાર મિત્રએ ઉછીના રૂપિયા લીધા તે મિત્રને મારતા આવેશમાં આવીને ઉછીના રૂપિયા લેનાર મિત્રએ પોતાના પેટમાં ચપ્પુ મારી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. જોકે પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપ શરુ કરી છે. સુરતમાં રૂપિયાની ઊઘરાણી મામલે એક બબાલ થઈ હોય અથવા એક બીજા પર જીવલેણ હુમલાની ઘટના બનતી હોય છે. પણ આજે એકે એવી ઘટના બની છે તે જાણીને ભલભલાના રુંવાડા ઊભા થઈ જાય.

સુરતના લીંબાયત ખાતે આવેલ ગણેશ નગરમાં સપના પાન સેન્ટરની સામે રહેતો ૩૫ વર્ષિય ગણેશ પાંડુરંગ કોળી બેકાર જીવન ગુજારતો હતો. જોકે રૂપિયાની જરૂર હોવાને લઈને તેને તેના મિત્ર પ્રેમ પાસેથી થોડા સમય પહેલા રૂપિયા ૨૦૦ ઉછીના લીધા હતા જોકે આ રૂપિયા આપ્યા બાદૃ પ્રેમ દ્વારા ઊઘરાણી શરુ કરવામાં આવી હતી પણ ગણેશ આપતો ન હોવાને લઇને ગતરોજ આ મામલે પ્રેમ અને ગણેશ વચ્ચે પહેલાં બબાલ શરુ થઈ હતી ત્યાર બાદૃ મામલો મારમારી સુધી પહોંચી ગયો હતો.

રૂપિયા માટે પહેલા પ્રેમ દ્વારા ગણેશને માર મારવામાં આવ્યો હતો અને બંને વચ્ચે એક બીજા પર પથ્થર મારો પણ થયો હતો. જોકે ગણેશને માર મારવામાં આવ્યો હતો જેની અદૃાવત રાખીને ગણેશે પોતાની રૂમમાં ચપ્પુ લેવા ગયો હતો તે ચપ્પુ લઇને પ્રેમને મારવા માટે આવતા ત્યાં સુધીમાં પ્રેમ ભાગી છૂટ્યો હતો. જેના કારણે તે ઉશ્કેરાઇ ગયો હતો અને ગુસ્સામાં પોતાના પેટમાં જ ચપ્પુ મારી દૃઇ આત્મહત્યા કરી લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.