૧૯ ડિસેમ્બરે યોજાનાર સૌ.યુનિવર્સીટનો પદવીદાન સમારોહ ઓનલાઇન યોજાશે

કોરોના સંક્રમણ વધતાં નિર્ણય લેવાયો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યોજાનાર પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી

રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધી રહૃાું છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ ઓનલાઈન યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દર વર્ષે પદવીદાન સમારોહમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની હાજરીમાં પદવીદાન સમારોહ યોજાય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પદવીદાન સમારોહ ઓનલાઈન યોજવામાં આવશે. જેમાં રાજ્યપાલ વર્ચ્યુઅલ શુભેચ્છા પઠાવશે. ૧૯ ડિસેમ્બરના રોજ પદવીદાન સમારોહ યોજાશે.

હાલ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહૃાો છે. ત્યારે રવિવારના રોજ રાજ્ય સરકાર દ્વારા રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદમાં રાત્રિ કર્યૂ યથાવત્ રહેશે તેવી જાહેરાત પણ કરી હતી. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પહેલી ડિસેમ્બરથી બીએ,બી.કોમ, બીએસસી સેમેસ્ટર ૫ સહિતની ૨૭ પરીક્ષા શરૂ થવાની હતી તે પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે હાલ કેટલીક કોલેજોમાં પરીક્ષા માટેના ફોર્મ ભરાય ચૂક્યા છે. તો કેટલીક કોલેજોમાં પરીક્ષા માટેના ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીઓને તારીખ અને સમય પણ આપી દેવામાં આવ્યો છે. પરીક્ષાની તારીખ પાછી ઠેલાતા કેટલાક વિદ્યાર્થીઓએ રાહતનો શ્ર્વાસ લીધો હોવાનું પણ સામે આવ્યું છે.