Thursday, January 21, 2021
Home GUJARAT હવે ડ્રગ્સનું સેવન-સંગ્રહ કરનારની માહિતી આપનારને મોટું ઈનામ મળશે

હવે ડ્રગ્સનું સેવન-સંગ્રહ કરનારની માહિતી આપનારને મોટું ઈનામ મળશે

ડ્રગ્સની હેરફેર રોકવા સરકારની નવી નીતિ

મુંબઈની જેમ ગુજરાતમાં પણ નશીલા પદૃાર્થોનું સેવન વધવા લાગ્યું છે, જેને લીધે યુવાધન ડ્રગ્સના રવાડે ચડી રહૃાું હોવાથી ગુજરાત સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે અને તેણે ગુજરાતની એન્ટી-નાર્કોટિકની નીતિમાં ધરખમ ફેરફાર કરવાની પ્રક્રિયા શરૂ કરી દૃીધી છે. છેલ્લા કેટલાક દિૃવસોથી બોલિવૂડમાં ડ્રગ્સનું સેવન બહાર આવતાં દૃેશભરમાં એના પડઘા પડ્યા છે, ત્યારે ૧૯૬૧માં અસ્તિત્વકાળની દૃારૂબંધી ધરાવતું ગુજરાત એન્ટી-નાર્કોટિક અને સાઇકોટ્રોપિક સબસ્ટાન્સીસ નીતિ જાહેર કરવાની દિૃશામાં આગળ વધી રહૃાું છે.

ડ્રગ્સની નવી નીતિમાં પોલીસને નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટાન્સીસ (એનડીપીએસ) કાયદૃા હેઠળના આરોપીની મિલકત ટાંચમાં લેવા વધુ સત્તા અપાશે. નશીલા અને સાઇકોટ્રોપિક પદૃાર્થોનાં સેવન અને સંગ્રહની માહિતી આપનારાં પોલીસ અને પ્રજાને ઈનામ આપવાની પણ દૃરખાસ્ત છે. રાજ્ય ગૃહ વિભાગનાં સૂત્રોના જણાવ્યા મુજબ, નીતિનો પ્રથમ મુસદ્દો તૈયાર છે અને એને મુખ્યમંત્રી સુધી મોકલવામાં આવ્યો છે. ડ્રગ સીિંલગ માટે ગુજરાતનો ટ્રાન્ઝિટ રૂટ તરીકે ઉપયોગ થઈ રહૃાો હોઈ એન્ટી-નાર્કોટિક નીતિ અમલમાં મૂકવામાં આવશે.

છેલ્લાં બે વર્ષમાં રાજ્યમાં કચ્છના જખૌ કાંઠેથી ૧૩૫૪ કિલો ચરસ સહિત નાર્કોટિકનો મોટો જથ્થો પકડાયો છે. નવી નીતિના મુસદ્દા મુજબ, એડિશનલ ડીજીપી કક્ષાના અધિકારીને નાર્કોટિક બાબતે મળેલી બાતમીના સંદૃર્ભમાં બાતમીદૃારને યોગ્ય બદૃલો આપવાનો નિર્ણય કરવાની સત્તા અપાશે. અગાઉ સ્ટેશન રેડ ઓફિસરને એનડીપીએસના આરોપીની પ્રોપર્ટી જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરવાની સત્તા અપાઈ હતી, પણ નવી નીતિમાં ક્રાઈમ બ્રાંચ જેવી તમામ રાજ્ય પોલીસ એજન્સીઓને આવી સત્તા રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

લાલ કિલ્લાને પ્રવાસીઓ માટે ૨૬મી જાન્યુઆરી સુધી બંધ રાખવાના આદેશ

બર્ડ લૂ ઇફેક્ટ લાલ કિલ્લામાં મૃત મળી આવેલા કાગડાઓ બર્ડ લૂથી સંક્રમિત હોવાની ખાતરી થયા બાદ સ્મારક ભવનને...

ત્રણ કૃષિ કાયદા ખેતીને બરબાદ કરી દેશે, મોદી-ભાજપથી નથી ડરતો: રાહુલ ગાંધી

દેશની સમગ્ર ખેતી પોતાના ત્રણ-ચાર મિત્રોને આપવની ફિરાકમાં મોદી કોરોના સંકટ, કિસાન આંદૃોલનના મુદ્દા પર વિપક્ષ સતત કેન્દ્ર...

સીરમ ઇન્સ્ટિટ્યૂટ દેશને ૧ કરોડ વેક્સિનના ડોઝ ફ્રીમાં ઉપલબ્ધ કરાવશે

દુ]નિયાના અનેક વિકસીત અને શક્તિશાળી દેશો હજી પણ કોરોના વાયરસ સામે ઝઝુમી રહૃાાં છે ત્યારે ભારતે કોરોનાની એક નહીં બબ્બે વેક્સીન બનાવીને...

હાઇકોર્ટમાં અરજી સાથે માંગ: સ્થા.સ્વરાજ્યની ચૂંટણી બુલેટ પેપરથી કરાવવામાં આવે

VVPAT મશીનની ગેરહાજરીમાં રાજ્યનો ચૂંટણી પંચ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી બેલેટ પેપરથી યોજવા મુદ્દે જાહેરાત કરે તેવી માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની...

Recent Comments

× Get Now Free E-Newspaper.