સોનગઢના રોકડિયા હનુમાનજી મંદીરના સંચાલકોને નોટિસ પાઠવાતા હિન્દુ સંગઠનોમાં રોષ

તાપી જિલ્લાના સુવિખ્યાત અને પ્રસિદ્ધ સોનગઢના રોકડીયા હનુમાનજી મંદિૃરના સંચાલકોને કોવિડ-૧૯ ના ભાગ રૂપે સોનગઢ મામલતદૃાર દ્વારા નોટીસ પાઠવવામાં આવતા જિલ્લાના હિન્દુ સંગઠનોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે તાપી જિલ્લા વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લામાં મિશનરીઓ દ્વારા ગેરકાયદૃેસર ૨૦૨૦ની ઓરડીઓમાં થતી પાર્થના સભાઓ સામે પણ કાર્યવાહી કરવાની માંગ કરી છે.

તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં ગુણસદૃા ગામે આવેલ રોકડિયા હનુમાનજીનું મંદિૃર સમગ્ર વિસ્તારમાં ભારે આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. ત્યારે હાલ ચાલી રહેલી કોરોના મહામારીને લઈને સોનગઢ મામલતદૃાર દ્વારા આ મંદિૃરને નોટીસ પાઠવવામાં આવી છે ત્યારે ખુલ્લા વાતાવરણમાં આવેલા આ મંદિૃરમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવતું જ હોવાનું જણાવી તાપી જિલ્લા વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા તાપી કલેકટરને મળી જિલ્લામાં મીશનરીઓ દ્વારા ગેરકાયદૃેસર ૨૦૨૦ ની ઓરડીઓમાં પ્રાર્થના સભા થતી હોવાનું જણાવી આવા ગેરકાયદૃેસર પ્રવૃતિઓ સામે પણ કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી છે ત્યારે આવનારા સમયમાં ઉગ્ર આંદૃોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.