સેન્ટ્રલ જેલમાં રમતમાં હારેલા કેદીએ વેર રાખીને બીજા કેદીને જાનથી મારી નાંખવાની ધમકી આપી

વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદૃીઓ પથ્થરના નાના કાકરા બનાવવાની રમત રમી રહૃાા હતા. આ દરમિયાન રમતમાં હારેલા કેદૃીએ વેર રાખીને બીજા કેદૃીને મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે બંને કેદૃીઓ વિરૂદ્ધ ગુનો નોંધીને કાયદૃેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સંજય પરમાર(રહે, ભગવતી પુરા રોડ, રાજકોટ) હાલ વડોદરા શહેરની સેન્ટ્રલ જેલમાં પ્રોહિબિશનના ગુનામાં સજા ભોગવી રહૃાો છે. સોમવારે તે બીજા કેદૃી વિકાસ ઓગણિયાની સાથે પથ્થરના નાના કાકરા બનાવી રમત રમી રહૃાો હતો, ત્યારે આ રમતમાં વિકાસ હારી જતા અપશબ્દૃો બોલ્યો હતો, તે સમયે વિકાસનો ભાઇ રાજ કાળીદૃાસ પણ આવી જતા તેઓએ સંજય પરમારને ગડદૃાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઝઘડામાં સંજય પરમારને છાતીના ભાગે તથા માથાના ભાગે ઇજા પહોંચી હતી. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આ મામલે ફરિયાદના આધારે રાવપુરા પોલીસે મારામારી અને ધાક ધમકી સહિતની કલમો હેઠળ બન્ને ભાઇઓ વિરૂદ્ધ ગુનો નોંધીને કાયદૃેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.