સુરતમાં યુ ટ્યુબ પર વીડિયો જોઈને બુલેટની ચોરી કરતા બે વાહનચોરો ઝડપાયા

યુ ટ્યુબ પર વીડિયો જોઈ બુલેટની ચોરી કરતા બે વાહનચોરને ડીસીબી પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા લીંબાયત પોલીસ મથકમાં નોંધાયેલા વાહનચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો.

ડીસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે, ચોરીની બુલેટ સાથે બે ઈસમો લીંબાયત વિસ્તારમાં ફરી રહૃાા છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી લીંબાયતના આંબેડકર નગર પાસેથી જાવીફ રફીક સૌયદ અને સમીર જમીર શેખને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેઓની પાસેથી ચોરીની ૫૦ હજારની કિમતની એક બુલેટ કબ્જે કરી હતી.

પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે, યુ ટ્યુબ પર બુલેટનું લોક તોડી ચાલુ કરવાનો વીડિયો જોયો હતો અને ત્યારબાદ તેઓએ લીંબાયત નારાયણ નગર પાસેથી બુલેટની ચોરી કરી હતી. જો કે હાલ પોલીસે ચોરી કરેલી તે બુલેટ કબ્જે કરી લીંબાયત પોલીસ મથકના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને બંને આરોપીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW