Friday, January 22, 2021
Home GUJARAT સુરતમાં બે જણાના ઝઘડામાં મધ્યસ્થી કરનારની ચપ્પુ મારી હત્યા

સુરતમાં બે જણાના ઝઘડામાં મધ્યસ્થી કરનારની ચપ્પુ મારી હત્યા

સુરતમાં બે જણાના ઝઘડામાં મધ્યસ્થી કરી સમજાવટ કરવાનું એક યુવકને ભારે પડ્યું હોવાની એક ઘટના સામે આવી છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં બીજાના ઝઘડામાં સમજાવવા જનાર યુવકની ચપ્પુ મારીને હત્યા કરી દેવાઈ છે.પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, આજના યુગમાં કોઈની ભલાઈ કરવા પહેલા પણ વિચારીને કરવી જોઈએ. ક્યાંક તેનું પરિણામ વિપરીત ન મળે, તેવો જ એક કિસ્સો સુરતમાં સામે સાવ્યો છે જી હા રેસિડેન્સીના મેન્ટેનન્સના બે જણાના ઝઘડામાં મધ્યથી કરી ઝાધડાને શાંત કરવા જનારની જ હત્યા કરી દેવાઈ હતી.

સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલ છઠ પુજા તળાવ પાસે આવેલ સંતોક પાર્ક રેસિડેન્સીમાં બીજાના વિવાદમાં સમજાવવા પડેલા મધુકર સોનાવણે નામના યુવકને ચપ્પુ મારીને હત્યા કરી દેવાઈ છે. સંતોક પાર્ક રેસિડેન્સીના બી વિંગમાં રહેતો મધુકર સોનાવણે ફાઈનાન્સનું અને ગાડી-લેવેચનું કામ કરે છે. સંતોક રેસિડેન્સીમાં ડી વિંગમાં વિકાસ શ્રીવાસ્તવ રહે છે. પહેલા રેસિડેન્સીના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ હતા. હાલમાં વિકાસની બહેન પ્રમુખ છે.

રવિવારે રેસિડેન્સીના મેન્ટેનેન્સ મુદ્દે ધર્મેન્દ્રસિંહ અને વિકાસનો ઝગડો થયો હતો. તે બાબતે સોમવારે વિકાસે તેના મિત્ર મંજી ચૌધરી, માયા પટેલ અને અમિત વર્માને રેસિડેન્સીમાં ધર્મેન્દ્રસિંહ અને તેના ભાઈને મારવા માટે બોલાવ્યો હતો. ધર્મેન્દ્રસિંહ તો નહીં મળ્યો પરંતુ તેનો ભાઈ ગિરીશ સિંગ અને ભત્રીજા નિર્ભયસિંગને તેઓ મારવા માટે દોડ્યા હતા. ગિરીશસિંહ જીવ બચાવીને ભાગ્યો હતો. તેવામાં મધુકર શું બબાલ છે તે જોવા માટે ઘરમાંથી બહાર નીકળ્યો. તેની સામેથી મંજી અને વિકાસ પણ દોડ્યા, ત્યારે મુધુકરે તેમને અટકાવીને સમજાવી રહૃાો હતો. ત્યારે મંજી અને વિકાસે મધુકરને થાપાના ભાગે ચપ્પુના ત્રણેક ઘા મારીને ગંભીર ઇજા પહોંચાડીને નાસી ગયા હતા. મધુકરને આસપાસના લોકો ખાનગી હોસ્પિટલમાં લઈ જતાં સારવાર દરમ્યાન મધુકારનું મોત નીપજ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

CBIએ લાંચ કેસમાં પોતાના જ DSP સહિત ત્રણને દબોચ્યા

બેક્ધ કૌભાંડ કેસની મહત્વની ઇન્ફોર્મેશન લિક કરવા માટે લાંચ લેતા ઝડપાયા એક બેક્ધ કૌભાંડ કેસમાં ૫૫ લાખ રુપિયાની...

અશાંતધારામાં સુધારાની જોગવાઈનું જાહેરનામું બહાર પાડવા મુદ્દે હાઈકોર્ટનો મનાઈ હુકમ

વર્ષ ૨૦૨૦ અશાંતધારા કાયદૃામાં કરવામાં આવેલા સુધારાની કેટલીક વિવાદાસ્પદ જોગવાઈઓને પડકારાતા ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આગામી મુદૃત સુધી વર્ષ ૨૦૨૦માં અશાંતધારા કાયદૃામાં...

અમેરિકાના પગલે ભારતે તિબેટનો મુદ્દો ઉઠાવ્યો તો બંને દેશોના સંબંધ ખતમ થશે: ચીન

ભારતના નિષ્ણાંતો અમેરિકાની ભાષા બોલી રહૃાા છે, પરંતુ ભારતમાં ચીન વિરુદ્ધ યુદ્ધ જીતવાની ક્ષમતા નથી વિસ્તારવાદૃની નીતિથી પીડાઇ...

રેકોર્ડ હાઇ પર શેરબજાર બંધ : સેન્સેક્સમાં ૩૯૩ પોઇન્ટનો ઉછાળો, નિટી ૧૪૬૦૦ને પાર

સ્થાનિક શેરબજારમાં આજે બંધ થતા તેજી જોવા મળી છે. તેથી શેરબજારમાં ખુશી છવાઇ ગઇ છે. જેમાં સેન્સેક્સ +૩૯૩.૮૩ પોઇન્ટ એટલે ૦.૮૦% ટકાના...

Recent Comments

× Get Now Free E-Newspaper.