સુરતમાં બંધ ટ્યૂશન ક્લાસમાં ઝડપાયું જુગારધામ, સંચાલક સહિત ૭ની ધરપકડ

અત્યારે કોરોના વાયરસના કારણે શૈક્ષણિક સંસ્થાઓ ખોલવા ઉપર પ્રતિબંધ છે. ત્યારે કેટલાક ટ્યૂશન સંચાલકો ટ્યૂશન ક્લાસ ચાલું કર્યાના પણ સમાચાર મળ્યા હતા. જોકે, સુરતમાં બંધ ટ્યૂશન ક્લાસમાં સંચાલકે વિદ્યાર્થીઓને ભણાવવાના બદલે જુગાર રમાડવાનું શરૂ કર્યું હતું. આ અંગેની બાતમી મળતા પોલીસ બંધ ટ્યૂશન ક્લાસ ઉપર ત્રાટકી હતી. જ્યાં જુગાર રમાતો હતો. સ્થળ ઉપરથી પોલીસે ટ્યૂશન સંચાલક સહિત ૭ જુગારીઓને દબોચી લીધા હતા. મળતી માહતી પ્રમાણે કોરોના મહામારીમાં બંધ ટ્યૂશન કલાસમાં ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી હતી. અને ટ્યૂશન સંચાલક સહિત ૭ જુગારીઓની ધરપકડ કરી ૭ ફોન અને રોકડ મળી ૬૪૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

ટ્યૂશન સંચાલક બહારથી જુગારીઓને બોલાવી જુગાર રમાડે છે. તેની સામે તે નાણાં ઉઘરાવે છે. જો કે કતારગામ પોલીસે છાપો મારી રંગમાં ભંગ પાડ્યો હતો. કોરોનાના કારણે સરકારની ગાઇડ લાઈન મુજબ ટ્યૂશન ક્લાસમાં વિદ્યાર્થીઓને બોલાવી શકાતા નથી ત્યારે સંચાલકે આવક માટે એવું કામ શરુ કર્યું કે હવે તેને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. કતારગામ પોલીસને બાતમી મળી હતી કે વી.એન.ગોધાણી સ્કુલની સામે સ્વસ્તિક આર્કેડના પહેલા માળે આવેલા સોનાણી ટ્યૂશન ક્લાસીસમાં જુગાર રમાય છે.

ટ્યૂશન સંચાલક બહારથી જુગારીઓને બોલાવી જુગાર રમાડે છે. તેની સામે તે નાણાં ઉઘરાવે છે. તેથી કતારગામ પોલીસે સોનાણી ટ્યૂશન ક્લાસમાં છાપો મારી સંચાલક ધર્મેશ મનજી સોનાણીની ધરપકડ કરી હતી. આ ઉપરાંત જુગાર રમતા કાંતી રવજીભાઈ છેડાવડિયા, લવજી માવજી કાનાણી, ધીરુ કાળુભાઈ મકવાણા, સંજય નરેશ ચંદાણી, મુકેશ ડાહૃાાભાઈ રાંક અને મનસુખ કરસન સંખાવરાને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડા રૂપિયા અને ૭ મોબાઇલ ફોન મળીને કુલ ૬૪૫૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.