સુરતમાં ટેસ્ટ ડ્રાઈવના બહાને ગઠીયો શોરૂમમાંથી બાઈક લઈ ફરાર

શહેરમાં હવે વાહન ચોરી કરવા માટે ચોરોએ નવી રીત અપવાની છે. કોઈના કોઈ બહાને ચોરો વાહન ચોરી કરીને રફૂચક્કર થવાની અનેક ઘટનાઓ બનતી રહે છે. જોકે, સુરતના અડાજણમાં બનેલી વાહન ચોરીની ઘટના શોરૂમના સેલ્સમેનો માટે ચેતવણી રૂપ સમાન કિસ્સો છે. શહેરના અડાજણ ગામ આહુરાનગર શોપિંગ સેન્ટરમાં આવેલા ટી.વી.ઍસ પાવરવીગ બાઈક પ્રા.લીના શો રૂમમાં બાઈક ખરીદવાને બહાને આવેલો અજાણ્યો રૂપિયા ૧.૨૪ લાખની બાઈક ટેસ્ટ ડ્રાઈવના બહાને લઈને રફુચક્કર થઈ જતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ઓલપાડ રોડ જહાંગીરપુરા શ્રીધર સોસાયટીમાં રહેતા અંકિત સંતીષભાઈ પટેલ અડાજણ ગામ સર્કલ પાસે આહુરાનગર શોપીંગ સેન્ટરમાં આવેલ ટી.વી.ઍસ પાવરવીંગ બાઈક પ્રા.લીમાં છેલ્લા આઠેક મહિનાથી સેલ્સ ઍક્ઝીક્યુટીવ તરીકે નોકરી કરે છે. અંકિત ગત તા ૨૪ના રોજ નોકરી ઉપર હતો તે વખતે સાંજે સાતેક વાગ્યાના આરસામાં સફેદ કલરનો શર્ટ અને બ્લ્યુ કલરન જીન્સ પેન્ટ પહીરને આસરે ૨૫થી ૨૮ વર્ષનો યુવક આવ્યો હતો. અજાણ્યાઍ અંકિતને ગાડી મને ગમે છે તેને સ્ટાર્ટ કરી બતાવો અવાજ કેવો આવે છે

તે મારે જાવુ છે અને મારે નજીકના ત્રણ ચાર દિવસમાં કેસ પેમેન્ટ કરીને લેવી છે તેમ કહી ટેસ્ટ ડ્રાઈવ કરવી છે મોટર સાયકલની ચાવી માંગી હતી તેથી અંકિતે તેને ચાવી આપી હતી. બીજા ગ્રાહકોને ગાડીની ડીલીવરી કરવાની હોવાથી કામમાં વ્યસ્ત થઈ ગયો હતો તે દરમિયાન અજાણ્યાઍ હું ટેસ્ટ ડ્રાઈવ કરીને આવું છું કહી ગાડી સ્ટાર્ટ કરી લઈ ગયો હતો. અને ત્યારબાદ પરત ગાડી આપવા આવ્યો ન હતો. અંકિતને ખ્યાલ આવી ગયો કે અજાણ્યો ટેસ્ટ ડ્રાઈવના બહાને બાઈક લઈને નાસી જઈ છેતરિંપડી કરી છે. પોલીસે અંકિતની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.