સુરતના પાલ વિસ્તારમાં ગુજરાત ગેસની પાઈપલાઈનમાં ભંગાળ થતાં પૂરવઠો ખોરવાયો

શહેરમાં પાઇપ લાઇનથી રાંધણ ગેસ પૂરો પાડતી ગુજરાત ગેસ કંપનીની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાયું છે. અન્ય કંપનીઓ દ્વારા થતા ખોદકામને કારણે પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાયું છે. જેથી સવારે દસ વાગ્યાની આસપાસના સમયગાળામાં શહેરના પાલ ગૌરવ પથ વિસ્તારમાં ગેસનો પૂરવઠો ખોરવાઈ ગયો છે.

પાલ ગામથી લઇને પાલનપુર કેનાલ રોડ સુધીના વિસ્તારમાં આવતા હજારો પાઇપ લાઇન ગેસ કનેકશનમાં ગેસ પુરવઠો ખોરવાયો હતો. હજારો ઘરોમાં બપોરની રસોઇ બનાવવી રહેલી ગૃહિણીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવ્યો હતો. ગેસ પૂરવઠો બંધ કરી દેવામાં આવતા લોકોને હાલાકીનો સામનો કરવાની ફરજ પડી હતી.

ગુજરાત ગેસ કંપનીનો સંપર્ક કરવામાં આવતા એવું જણાવાયું હતું કે, ગેસ પાઇપ લાઇનમાં ભંગાણ રિપેર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને બપોરે બે વાગ્યા સુધીમાં સંભવત: ગેસ પુવરઠો પુર્વવત શરૂ કરી દેવામાં આવશે.