સી-પ્લેનની સવારી માટે લોકો પરેશાન, અધિકારીઓની લાલીયાવાડી સામે આવી

દેશની પ્રથમ સી-પ્લેન સેવા ૩૧ ઓક્ટોબરથી શરૂ થઇ ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સેવાની શરૂઆત કરી છે. પીએમ મોદી સી-પ્લેનથી કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટીથી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ સુધીની યાત્રા કરી હતી. ત્યારે અનેક લોકોએ સી-પ્લેનના ભાડાને લઇ અસમંજસમાં છે કારણ કે, શહેરીજનોથી લઇ રાજ્યના અનેક શહેરોના લોકો આ પ્લેનમાં સફર કરવા માટે થનગની રહૃાા છે. પરંતુ તમને જણાવી દઇએ કે, સી-પ્લેનના ભાડાને લઇ કોઇ યોગ્ય નિર્ણય લેવાયો નથી કારણ કે, સી-પ્લેનની મુસાફરીનું કોઇ નક્કી ભાડું સામે આવી રહૃાું નથી. કારણ કે, સી-પ્લેનમાં સવારે પહેલી ફલાઈટનું ભાડું રૂ. ૧૫૯૦ છે, જ્યારે બીજી ફલાઈટનું ભાડું રૂ. ૨૨૦૦થી વધુનું છે. માટે સાફ કહી શકાય કે સરકારે સી-પ્લેનની સેવા શરૂ કરી છે

પરંતુ તેમા યોગ્ય શિડ્યુલ નક્કી કર્યું નથી. આ પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે, સાબરમતીથી કેવડિયા જવાનું ભાડું ૧૫૦૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યુ છે અને અમદાવાદ પરત આવવાના ૧૫૦૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. આમ આવવાજવાના કુલ ૩૦૦૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. પરંતુ હવે સી-પ્લેનમાં પહેલી ફલાઈટનું ભાડું રૂ. ૧૫૯૦ છે, જ્યારે બીજી લાઈટનું ભાડું રૂ. ૨૨૦૦થી વધુનું છે. જેનાથી લોકો પણ મુશ્કેલીમાં મૂકાયા છે. આ સાથે જ સી-પ્લેનની ટિકિટ બુકિંગ અને ફલાઇટ અનશિડ્યૂલ હોવાને કારણે લોકો હેરાન થઈ રહૃાા છે. લોકોનું એવું પણ કહેવું છે કે,

ઓનલાઇન સાઇટ પર રિકવેસ્ટ આપવા છતા ટિકિટ માટે કોઇ જવાબ મળતો નથી અને લોકોએ સાબરમતી રિવરફ્રન્ટ પર વોટર એરોડ્રામ ખાતે ટિકિટ લેવા આવવું પડે છે. જે લોકોએ ઓનલાઇન ટિકિટ બુક કરાવી હતી તેમની રિકવેસ્ટ એક્સેપ્ટ કરી લેવાય છે, પરંતુ ટિકિટ લેવા માટે રૂબરૂ જવું પડે છે. આમ સી-પ્લેનમાં લાઈટના અનશિડ્યૂલ અને ઓનલાઇન બુકિંગના ધાંધિયાના કારણે લોકો હેરાનપરેશાન થઈ રહૃાા છે. ત્યાં જ એવી માહિતી પણ સામે આવી રહી છે, કે કેવડિયાથી સી-પ્લેન ખાલીખમ પાછું આવી રહૃાું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW