સાબરમતી વિસ્તારમાં થયેલ ગેંગરેપમાં ક્રાઇમ બ્રાન્ચે ૧ આરોપીની ધરપકડ કરી

અમદૃાવાદૃના સાબરમતી વિસ્તારમાં થયેલ ગેંગરેપમાં ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી લીધી છે. ૨ આરોપીઓ ભેગા થઈને કામ આપવાનું કહી મહિલાને લઈ ગયા હતા. મહત્વ નું છે કે ૧૧ વર્ષ ના બાળકે આરોપી સુધી પહોંચવામાં મદૃદૃ કરી છે. ક્રાઈમ બ્રાન્ચની ગિરફતમાં આવેલો આરોપી પપ્પુ હટીલા મૂળ દૃાહોદૃનો રહેવાસી છે અને અમદૃાવાદૃમાં છૂટક મજૂરી કરે છે. ગત ૧૬ સપ્ટેમ્બરના રોજ આરોપી પોતાના સહ આરોપી સાથે અખબારનાગરથી એક મહિલાને કડીયા કામ આપવાનું કહી ઝૂંડાલ સર્કલ પાસે ઝાડીઓ માં લઈ ગયા હતા અને ત્યાર બાદૃ મહિલા સાથે બંને આરોપીઓ દૃુષ્કર્મ કર્યુ હતું.

દૃુષ્કાર્મ બાદૃ પણ આરોપીઓ મહિલાને માર મારી તેની પાસેથી મોબાઈલ અને રોકડ રકમ પણ લૂંટી ગયા હતા. પોલીસે તપાસ કરી એક આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે તપાસ શરૂ કરી તો મહિલાનો મોબાઈલ એક ૧૧ વર્ષના બાળક પાસે હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બાળકની તપાસ કરી તો જાણવા મળ્યું કે તેને આ મોબાઈલ આરોપી પપ્પુ પાસેથી ૩૦૦ રૂપિયામાં લીધો હતો.

જોકે બાળક પપ્પુને સારી રીતે જાણતો નહતો. પોલીસે બાળકને સાથે રાખી આરોપીની શોધખોળ શરૂ કરી હતી અને ઘણી મહેનત બાદૃ આરોપી સુધી પહોંચી હતી. આરોપી ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ મજૂરી કરે છે. મળતી માહિતી પ્રમાણે આરોપીના સાતેક વર્ષ પહેલાં પ્રેમ લગ્ન થયા હતા અને ૮ મહિના પહેલા તેની પત્ની સાથે જેતપુર જવા બબાલ થઈ હતી અને ત્યારથી આરોપી રેન બસેરા માં એકલો રેહતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.