સાપુતારા વઘઇ રોડ પર અકસ્માત, એકનું મોત

ડાંગ જીલ્લામાં સાપૂતારાના વધી રોડ પર અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. માલેગાંવ ઘાટી માં અકસ્માતની ઘટના સર્જાઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સાપુતારા વધી રોડ પર આવેલા માલેગાંવ ઘટી પાસે અકસ્માતની ઘટના બની છે. જેમાં આઇસર ટેમ્પા ની બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો છે. અને આઇસર પલટી જતા આઇસર માં ભીષણ આગ લાગી છે. આ ઘટનામાં આઇસર ટેમ્પાના ક્લીનર નું આગમાં સળગી જતા મોત નીપજ્યું છે. સાપુતારા પોલીસે અકસ્માત નો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.