Wednesday, January 27, 2021
Home Female સલૂનમાં બ્યૂટિશિયને પ્રેમ સંબંધ રાખવા ઇન્કાર કરતાં યુવકે ધમકી આપતા પોલીસ ફરિયાદ

સલૂનમાં બ્યૂટિશિયને પ્રેમ સંબંધ રાખવા ઇન્કાર કરતાં યુવકે ધમકી આપતા પોલીસ ફરિયાદ

અડાજણમાં આવેલા બ્યૂટી સલૂનમાં કામ કરતી બ્યૂટિશિયન તેની મિત્ર સાથે બેઠી હતી એ દરમિયાન તેનો ભૂતપૂર્વ પ્રેમી આવ્યો હતો. પાંચેક વર્ષથી પિતરાઈ સાથે સંબંધ હોય હવે બ્યૂટિશિયનને રાખવો નહોતો. જેથી ઉશ્કેરાયેલા યુવકે તેને ધમકી આપી હતી. મારી નાખવાની ધમકી આપવાની સાથે સાથે મોબાઈલ અને સલૂનના ટેબલનો કાચ તોડી નાખ્યો હતો. જેથી આ અંગેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરાતા પોલીસે આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

જયેશ અમૃત પટેલ (ઉ.વ. ૨૭ રહે. દિનદયાળ સોસાયટી, જલારામ ખમણની સામે, પાલનપુર પાટિયા) સાથે બ્યૂટિશિયનને પ્રેમ સબંધ હતો. પરંતુ બંને વચ્ચે મનમેળ નહીં રહેતા બ્યૂટિશિયને પ્રેમ સબંધ રાખવાનો ઇક્ધાર કરી દીધો હતો. દરમ્યાનમાં ગત સાંજે ૭ વાગ્યાના અરસામાં બ્યૂટિશિયન તેની સાથે કામ કરતી યુવતી સાથે હતી. બન્ને સલૂનમાં એકલા હતા ત્યારે જયેશ જબરજસ્તી સલૂનમાં ઘુસી ગયો હતો. અંદૃર આવી જયેશે કહૃાું કે પેલા કેસનું શું કરવાનું છે. પછી ઝઘડો કરી ચપ્પુ વડે બાનમાં લઇને ધમકી આપતા કહૃાું કે, હું રોજ તારો પીછો કરૂ છું અને તું શું કરે છે તે બધી મને ખબર છે, તને રસ્તામાં કયાંક મારી નાંખીશ તો કોઇને ખબર પણ નહીં પડવા દૃઉં..

સલૂનમાં બ્યૂટિશિયનને ધમકી આપ્યા બાદ સલૂનના કાઉન્ટર પરનો કાચ અને મોબાઈલ જયેશે ગુસ્સામાં તોડી નાખ્યાં હતાં. જેની જાણ બ્યૂટિશિયને ફોન પર સલુનના માલિકને કરતા તેમણે પોલીસને જાણ કરી હતી. ઘટના અંગે બ્યૂટિશિયનએ જયેશ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે જયેશની અટકાયત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

દિવસના અંતે શેરબજારમાં કડાકો, સેન્સેક્સ -૭૪૬ પોઇન્ટ પટકાયો

સ્થાનિક શેરબજારમાં આજે બંધ થતા કડાકો જોવા મળ્યો છે. તેથી શેરબજારમાં નિરાશા છવાઇ ગઇ છે. જેમાં સેન્સેક્સ -૭૪૬.૨૨ પોઇન્ટ એટલે ૧.૫૦% ટકાના...

CBIએ લાંચ કેસમાં પોતાના જ DSP સહિત ત્રણને દબોચ્યા

બેક્ધ કૌભાંડ કેસની મહત્વની ઇન્ફોર્મેશન લિક કરવા માટે લાંચ લેતા ઝડપાયા એક બેક્ધ કૌભાંડ કેસમાં ૫૫ લાખ રુપિયાની...

અશાંતધારામાં સુધારાની જોગવાઈનું જાહેરનામું બહાર પાડવા મુદ્દે હાઈકોર્ટનો મનાઈ હુકમ

વર્ષ ૨૦૨૦ અશાંતધારા કાયદૃામાં કરવામાં આવેલા સુધારાની કેટલીક વિવાદાસ્પદ જોગવાઈઓને પડકારાતા ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આગામી મુદૃત સુધી વર્ષ ૨૦૨૦માં અશાંતધારા કાયદૃામાં...

અમેરિકાના પગલે ભારતે તિબેટનો મુદ્દો ઉઠાવ્યો તો બંને દેશોના સંબંધ ખતમ થશે: ચીન

ભારતના નિષ્ણાંતો અમેરિકાની ભાષા બોલી રહૃાા છે, પરંતુ ભારતમાં ચીન વિરુદ્ધ યુદ્ધ જીતવાની ક્ષમતા નથી વિસ્તારવાદૃની નીતિથી પીડાઇ...

Recent Comments

× Get Now Free E-Newspaper.