સરખેજમાં પરિણિતાએ પતિને કેરોસીન છાંટી સળગાવાનો પ્રયત્ન કરતાં ચકચાર મચી

શહેરના સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરિણીતાએ પતિને કેરોસીન છાંટીને સળગાવી દેવાનો પ્રયાસ કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પતિએ પત્ની સામે પોલીસ ફરિયાદૃ કરતાં સરખેજ પોલીસને વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગતો એવી છે કે, સરખેજ પોલીસ સ્ટેશનમાં રહેતા યુવકને તેની પત્નીનું અફેર હોવાની શંકા હતી. આને કારણે પતિ-પત્ની વચ્ચે અવાર-નવાર ઝઘડો પણ થતો હતો. દરમિયાન પત્નીએ પતિને કેરોસીન છાંટીને દઝાડતા ફરિયાદ નોંધાવી છે. પત્નીએ ઉશ્કેરાઈને પતિ ઉપર કેરોસીન છાંટીને આગ લગાવી હતી. સામાન્ય રીતે દાઝતા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો છે. સરખેજ પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW