વિવાદ વકરતા ના.મુખ્યમંત્રી નીતિન પટેલે દલિત સમાજની માંગી માફી

મોરબી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા સ્વ. કનોડીયાને ટાંકીને દલિત સમુદૃાય માટે જાતિ સૂચક શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યા બાદ વિરોધ થયો હતો. જે બાદ હવે નીતિન પટેલે ટ્વીટ કરીને માફી માંગી છે અને કહૃાુ છે કે હું મારા શબ્દૃોને પરત ખેચુ છું. મહત્વપૂર્ણ છે કે રાજ્યમાં વિવિધ દલિત સમાજ દ્વારા ૨૪ કલાકમાં માફી માંગવા અંગે માંગ કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ટ્વીટ કરી માફી માંગતા કહૃાુ કે, મોરબીમાં એક જાહેરસભામાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઇ પટેલ અને ગુજરાતના દિગ્ગજ અભિનેતા સ્વ.મહેશ કનોડીયા તથા સ્વ. નરેશ કનોડિયાના ગાંધીનગરના નિવાસસ્થાને જઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી ત્રણેય નેતાઓ માટે આદરની લાગણી વ્યક્ત કરી હતી. તેવી હકીકતના વર્ણના વખતે મારા પ્રવચનમાં જે શબ્દ પ્રયોગ મે કર્યો હતો તે શબ્દના કારણે જે લાગણી દુભાઇ છે તેને ધ્યાનમાં રાખીને હું તે શબ્દો પાછા ખેચુ છું.

કોઇની લાગણી દુભાવવાનો મારો કોઇ ઇરાદો હતો નહી અને હોઇ શકે પણ નહી. સ્વ. નરેશ કનોડીયાને મારા દ્વારા જ યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં અને દરરોજ દિવસમાં બે વખત ફોન કરી હું તેમની તબીયતના ખબર અંતર પૂછતો હતો અને તેમના દિકરા હિતુ કનોડીયા સાથે પણ હું સતત સંપર્કમાં હતો. જે અમારા વર્ષો જુના સબંધો અને અરસ-પરસનો સ્નેહ-પ્રેમ બતાવે છે. ત્રણેય સ્વ. નેતાઓને મારી હદય પૂર્વકની શ્રદ્ધાંજલિ સહ ઓમ શાંતિ.

અમદાવાદના મેઘાણીનગરમાં મંગળવારે પેંથરના કાર્યકર્તાઓ દ્વારા નીતિન પટેલના પુતળાનું દહન કરવામાં આવ્યુ હતું. આ સાથે જ વિવિધ દલિત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સાથે જ નીતિન પટેલ જાહેરમાં માફી નહી માંગે તો ઝલદ આંદૃોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. યુવા ભીમસેના દ્રારા નીતિન પટેલ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવા બાબતે રાજકોટ પોલીસ કમિશ્ર્નર અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી.