Saturday, January 16, 2021
Home GUJARAT વલસાડ જિલ્લા કૉંગ્રેસમાં મોટું ગાબડું, ૫૦૦થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા

વલસાડ જિલ્લા કૉંગ્રેસમાં મોટું ગાબડું, ૫૦૦થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા

રાજ્યમાં પેટા-ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે રાજકીય તડ-જોડ શરૂ થઈ ગઈ છે. એવામાં વલસાડ જિલ્લામાં કૉંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા કૉંગ્રેસના કેટલાક અગ્રણીઓ અને કાર્યકર્તાઓ કૉંગ્રેસનો હાથ છોડીને ભાજપ ની છાવણીમાં બેસી ગયા છે. વલસાડ જિલ્લાના ઉમરગામના ધોડીપાડામાં રાજ્યના વન અને આદિૃજાતિ પ્રધાન મંત્રી રમણ પાટકરની અધ્યક્ષતામાં યોજાયેલા એક કાર્યક્રમમાં ૫૦૦થી વધુ કૉંગ્રેસના કાર્યકર્તાઓ કૉંગ્રેસ છોડીને ભાજપની છાવણીમાં બેસી ગયા હતા.

મહત્ત્વપૂર્ણ છે કે આગામી દિૃવસોમાં વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી યોજાઈ રહી છે. કપરાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પહેલાં જ કૉંગ્રેસમાં પડેલા મોટા ભંગાણને કારણે જિલ્લાનો રાજકીય માહોલ ગરમાયો છે. વલસાડ જિલ્લાના સરીગામના વિનોદૃ કિશોર રાજિંસગ નામના કૉંગ્રેસના અગ્રણી તેમના ૫૦૦થી વધુ સમર્થકો સાથે કૉંગ્રેસ છોડીને ભાજપમાં બેસી ગયા છે. તેમને રાજ્યના વન અને આદિૃજાતિ મંત્રી રમણ પાટકરે કેસરીયો ખેસ ધારણ કરાવીને ભાજપમાં આવકાર્યા હતા.

કૉંગ્રેસ છોડી ભાજપમાં આવેલા કોંગ્રેસી કાર્યકર્તાઓએ સરીગામથી ધોડીપાડા સુધી એક વાહન રેલી પણ યોજી હતી. વાહન રેલી બાદૃ ધોડીપાડામાં યોજાયેલા કાર્યક્રમમાં કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. આગામી સમયમાં વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પહેલા અને જિલ્લા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં કૉંગ્રેસમાં થયેલી ’તોડફોડ’ જિલ્લા કૉંગ્રેસને મૂંઝવણમાં મૂકી શકે છે. કૉંગ્રેસમાં ભંગાણને કારણે જિલ્લાનો રાજકીય માહોલ પણ ગરમાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

દિૃલ્હીને ૨.૭૪ લાખ કોરોના વેક્સિનને ડાઝ મળ્યા: મુખ્યમંત્રી કેજરીવાલ

અઠવાડિયામા ૪ દિવસ થશે રસીકરણ સમગ્ર દેશમા કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે રસીકરણના અભિયાનની તૈયારી કરવામા આવી રહી...

કૃષિ કાયદા અંગે સુપ્રિમે રચેલી કમિટીમાંથી ભુપેન્દ્રસિંહ માન હટી ગયા

ખેડૂતોના હિતો સાથે ખિલવાડ નથી કરી શકતો: માન કેન્દ્ર સરકારે લાગુ કરેલા ૩ કૃષિ કાયદાઓના વિરોધમાં ૫૦ દિવસોથી...

ટ્રમ્પનું બીજીવાર ઈમ્પીચમેન્ટ: પ્રતિનિધિ-ગૃહની મંજૂરી, સેનેટની બાકી

ટ્રમ્પ ફરી પ્રમુખપદૃ માટે ચૂંટણી નહીં લડી શકે, અમેરિકન સેનેટ નક્કી કરશે ડેમોક્રેટસની બહુમતીવાળા ગૃહમાં મહાભિયોગની દૃરખાસ્ત...

વાગરા તાલુકામાં ૫૦૦ કરોડના જમીન કોભાંડનો ખેડૂત હિતરક્ષક દળનો આરોપ

ખેડૂત હિતરક્ષક દળનો આજ રોજ ભરૂચમાં કાર્યક્રમ યોજ્યો હતો જેમાં અને ગુજરાત સરકારની નિષ્ફળતા અને નિસ્થુરતા અંગે સુત્રોચ્ચાર કર્યા હતાં. સાથે જ...

Recent Comments

× Get Now Free E-Newspaper.