વડોદરા સેન્ટ્રેલ જેલમાં કેદીઓ વચ્ચે મારામારી થતા કુખ્યાત ગેંગસ્ટરની થઇ હત્યા

વડોદરા શહેરમાં આવેલી સેન્ટ્રલ જેલમાં કેદીઓ વચ્ચેની મારામારીમાં કેદી અજ્જુ કાણીયાની જેલમાં હત્યા થઇ છે. કુખ્યાત ગેંગસ્ટર અજ્જુ કાણીયાને અન્ય કેદીઓ સાથે જેલમાં ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેમાં એક કેદીએ અજ્જુને પતરુ ગળામાં મારતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેમાં તેનું સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું.

નોંધનીય છે કે, તે અનેક ખંડણી, લૂંટ જેવા ગુનાઓમાં વોન્ટેડ હતો જે બાદ અજ્જુ કાણીયાની તાજેતરમાં જ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી. જે બાદ તે જેલમાં બંધ હતો. હાલ રાવપુરા પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. ગત જૂન મહિનામાં અજ્જુ કાણીયો પોલીસને ચકમો આપીને ફરાર થઇ ગયો હતો.

વડોદરામાં વાડી ખાનગાહ મહોલ્લાની જમીન ખરીદનાર કાપડના વેપારી પાસે એક ફલેટ અને રોકડા ૧૦ લાખની ફિરોતી માંગનાર શહેરનો નામચીન ગુનેગાર અજ્જુ કાણીયો જૂન મહિનામાં મોડીરાતે બે વાગે પોલીસને ચકમો આપીને પોલીસ સ્ટેશનમાંથી ભાગી ગયો હતો. જે બાદ તેને મહેસાણાના કડી ખાતે એક ગેસ્ટ હાઉસમાં અજ્જુ કાણીયાએ આશ્રય લીધો હોવાની મળેલી બાતમીના આધારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે પહોચીને તેને ઝડપી પાડ્યો હતો. તેની સાથે મહંમદ અનાસની પણ ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.