વડોદરામાં રસ્તા વચ્ચે તરછોડી દીધેલી ૭ દિવસની બાળકી મળતા ખળભળાટ

વડોદરાના જાંબુવા પાસે હાઉસિંગના મકાનના રસ્તા પરથી આજે સવારે માતાએ તરછોડી દીધેલી ૭ દિવસની બાળકી મળી આવી હતી. બાળકીના શરીર પર કીડીઓ ચડી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ મકરપુરા પોલીસ દોડી ગઇ હતી અને નવજાત બાળકીના માતા-પિતાની શોધખોળ શરૂ કરી છે. વડોદરા શહેરના જાંબુવા પાસે હાઉસિંગના મકાનના રસ્તા પર રસ્તા પર માતાએ તરછોડી દીધેલી હાલતમાં એક નવજાત બાળકી મળી આવી હતી. આ બાળકીની ઉંમર માત્ર ૭ દિવસની જ હોવાનું જાણવા મળ્યું છે.

બાળકીના રડવાનો અવાજ સાંભળતા જ ત્યાંથી પસાર થતાં એક વ્યક્તિએ બાળકીને જોતા જ પોતાની પાસે લઇ લીધી હતી અને તેના શરીર પરથી કીડીઓ હટાવી હતી અને પોલીસને જાણ કરતા મકરપુરા પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી અને બાળકની માતાની શોધખોળ શરૂ કરી હતી. વડોદરાની સયાજી હોસ્પિટલમાં ૬ દિવસના બાળકને તેના માતા પિતા ફરાર થતા ચકચાર મચી હતી. બનાવને પગલે રાવપુરા પોલીસે નવજાત બાળકને તરછોડી જનાર માતા અને પિતાની શોધખોળ શરૂ કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર મકરપુરા ગામમાં અવેલા હનુમાન મંદિર પાસે રહેતાં જમનાબેન પ્રભુભાઈ ડામોરે ગત ૧૫મી તારીખે એક બાળકને જન્મ આપ્યો હતો. બાળકનું વજન ઓછું હોવાથી તેને એનઆઇસીયુંમાં રાખવામાં આવ્યો હતો. જ્યારે માતા જમનાબેનમાં હિમોગ્લોબીન ઓછું હોવાથી તેઓને મેડિસિન વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે બપોરના સમયે માતા જમનાબેન મેડિસિન વિભાગમાંથી કોઈને જાણ કર્યા વિના નીકળી ગયા હતા. બનાવની જાણ થતાં રાવપુરા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે ૬ દિવસના માતાપિતાની શોધખોળ શરૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW