Saturday, January 16, 2021
Home General વડોદરામાં પિતાના તેરમાની વિધિ પતાવી હિન્દુ યુવતી ફરી વિધર્મી યુવક સાથે ફરાર

વડોદરામાં પિતાના તેરમાની વિધિ પતાવી હિન્દુ યુવતી ફરી વિધર્મી યુવક સાથે ફરાર

વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષીય હિન્દુ યુવતી તેના મહોલ્લામાં જ રહેતો ૨૩ વર્ષીય વિધર્મી યુવક સાથે ફરીથી ભાગી ગઈ છે. આ પહેલા ભાગી ગયા બાદ વિધર્મી યુવકે યુવતી સાથે નિકાહ કરીને તેનું ધર્મ પરિવર્તન કરાવ્યું હતું અને ત્યાર બાદ યુવતીનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન યુવતીના પિતાનું મૃત્યુ થયું હતું અને પિતાના તેરમાની વિધિ પતાવીને હિન્દુ યુવતી ફરી વિધર્મી યુવક સાથે ભાગી ગઇ છે. જેથી પોલીસે બંનેની શોધખોળ શરૂ કરી છે.

વડોદૃરાના નાગરવાડા વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષીય હિન્દુ યુવતીને તેના મહોલ્લામાં જ રહેતો ૨૩ વર્ષીય વિધર્મી યુવક ગત ૨ જી ડિસેમ્બરે ઘેરથી ભગાડી ને મુંબઈ લઈ ગયા બાદ ૬ ડિસેમ્બરે બાન્દ્રા ખાતે યુવતીનું ધર્મ પરિવર્તન કરાવી નિકાહ કરી લેતાં ભારે હોબાળો મચ્યો હતો. યુવતી અને યુવકને બુધવારે સાંજે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં લવાયા હતા. જયાં બંનેનું ચાર કલાક સુધી કાઉન્સેિંલગ કરાયું હતું. ઘટનાના પગલે બંને પક્ષના ટોળા અને હિન્દુ સંગઠનના કાર્યકરોના ટોળા કારેલીબાગ પોલીસ સ્ટેશને ઉમટી પડતાં એક તબક્કે પોલીસ સ્ટેશનની જાળી બંધ કરી દેવી પડી ટોળાને વિખેરવું પડ્યું હતું. લવજેહાદના આ કિસ્સા સામે અગ્રણીઓનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

આ મામલે ફરિયાદ થઇ ન હતી.બંનેને પોતપોતાના ઘરે મોકલી કાઉન્સેલીંગ શરૂ કરાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

વાગરા તાલુકામાં ૫૦૦ કરોડના જમીન કોભાંડનો ખેડૂત હિતરક્ષક દળનો આરોપ

ખેડૂત હિતરક્ષક દળનો આજ રોજ ભરૂચમાં કાર્યક્રમ યોજ્યો હતો જેમાં અને ગુજરાત સરકારની નિષ્ફળતા અને નિસ્થુરતા અંગે સુત્રોચ્ચાર કર્યા હતાં. સાથે જ...

૧૫ જાન્યુઆરી પછી લગ્નમાં ૨૦૦ મહેમાનની મંજૂરી મળે તેવી શક્યતા

રાત્રિ કર્યૂનો સમય પણ ઘટાડવામાં આવી શકે છે રાજ્યમાં કોરોના મહામારી દરમિયાન લૉકડાઉન લગાવવામાં આવતાં લગ્ન પ્રસંગો બંધ...

ઉધનાની આંગડીયા પેઢીના કર્મીને લુંટવાના ઈરાદે આવેલી ટોળકી હથિયાર સાથે ઝડપાયા

સુરત શહેરના ઉધના સીલીકોન શોપર્સમાં આવેલી મહેન્દ્રભાઈ સોમાભાઈ કંપની નામની આંગડીયા પેઢીના કર્મચારીને પેઢીમાંથી રોકડ રકમ લઈને નીકળતી વખતે લૂંટી લેવાના ઈદારે...

બુધવારી બજારમાં પાથરણા પાથરી ધંધો કરતી મહિલાઓ પર મહિલા પીએસઆઈનો લાઠીચાર્જ

બાબરામાં બુધવારી બજારમાં પાથરણા પાથરી ધંધો કરતી મહિલાઓ પર આજે પોલીસ તૂટી પડી હતી. મહિલા દ્વારા મહિલાઓ પર લાઠીચાર્જ કરવામાં આવતા ભાગદૃોડ...

Recent Comments

× Get Now Free E-Newspaper.