રોપ-વેનું ભાડું ઘટાડવા મુદ્દે તમામ સમાજ, પક્ષની ઉપસ્થિતીમાં બેઠકમાં રણનિતી તૈયાર કરાશે

ગિરનાર પર રોપ-વે શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ તેના ઉંચા ભાડાને લઇને લોકોમાં ભારે રોષ જોવા મળી રહૃાો છે. આ મામલે તમામ સમાજો, સંસ્થાઓ, રાજકીય પક્ષોએ રજૂઆત કરી વિરોધ કર્યો હતો. જ્યારે સંતોએ પણ ભાવ વધારા મુદ્દે પોતાના મંતવ્યો રજૂ કરી સામાન્ય લોકો માટે પરવડે તેવા ભાવ રાખવા જણાવ્યું હતું. જોકે, તેમ છત્તાં ઘમંડી ઉષા બ્રેકો કંપની ભાવ ઘટાડવા મુદ્દે ટસથી મસ થઇ નથી. ઉલ્ટાનું ૧૪ નવેમ્બર પછી તો જીએસટી પણ વસુલવાના હોય રોપવેની ટિકિટના ભાવ વધુ ઉંચા જશે. ત્યારે હવે નગારે ઘા કરવા માટેનું આયોજન કરાઇ રહૃાું છે. આ મામલે આજે સાંજે બેઠક કરવામાં આવશે.

શહેરના મનોરંજન સર્કિટ હાઉસ ખાતે મળનારી આ બેઠકમાં શહેરના પ્રથમ નાગરિક એવાં મેયર ધીરૂભાઇ ગોહેલ, ધારાસભ્ય ભીખાભાઇ જોષી, તમામ સમાજના આગેવાનો, તમામ સામાજીક, શૈક્ષણિક તબીબી તેમજ કાયદાકીય સંસ્થાના અગ્રણીઓ, શહેરના પ્રબુદ્ધ નાગરિકો તેમજ સંતગણની પણ ઉપસ્થિતિ રહેશે. આ તકે જો ઉષા બ્રેકો કંપની રોપવેનું ભાડું ન ઘટાડે તો જન આંદોલન કરવાની તૈયારી માટેની રૂપરેખા પણ તૈયાર કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહૃાું છે. ગિરનાર રોપ-વેની ટિકિટનાં ઉંચા ભાવને લઇ લોકોમાં વિરોધ ઉઠી રહૃાો છે.

હવે સામાજીક સંસ્થાઓ પણ મેદૃાને આવી છે. સંસ્થાઓનું કહેવું છે કે, ગિરનાર રોપવેનાં ભાવ ૩૦૦થી ૪૦૦ હોવા જોઇએ. ટિકિટનાં ભાવ ઘટાડવામાં નહીં આવે તો રોપ-વેનો બહિષ્કાર કરવાની નોબત આવશે .સામાજીક સંસ્થાઓ દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિ થતી હોય છે. જેમાં વૃધ્ધો, દિવ્યાંગો, જરૂરીયાત મંદ લોકો, વિધવા મહિલાઓને આર્થિક સહાય પુરી પાડવામાં આવતી હોય છે. વર્ષમાં એકાદ વખત યાત્રાધામોનાં દર્શન પર કરાવે છે. હાલ રોપ-વે શરૂ થતા જરૂરીયાત મંદ લોકોને માં અંબાનાં દર્શન કરાવવાનું નકકી કર્યું હતું. જોકે રોપ-વે દ્વારા ૭૦૦ જેટલા ભાવ રાખવામાં આવ્યો હોય જેના કારણે દાતાઓને પણ ખર્ચનો બોજ વધી જાય છે. પરિણામે જરૂરીયાતમંદ લોકોને દર્શન કરાવાનું પણ માંડીવાળવું પડ્યું છે. ત્યારે જો ઉષા બ્રેકો કંપની રોપ-વેનાં ભાવમાં ઘટાડો નહી કરે તો નાછુટકે સામાજીક સંસ્થાઓને બહિષ્કારોનો માર્ગ અપનાવવો પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW