રૂપાણી સરકાર ટુ-વ્હિલરની ખરીદી પર આપશે ૧૨ હજારની સબસીડી

રાજ્યના વાહનોથી ફેલાતા વાયુ પ્રદુષણને અટકાવવા બેટરી સંચાલિત ટુ વ્હીલર-થ્રી વ્હીલરના ઉપયોગને પ્રેરિત કરતી સહાય યોજના સીએમ રૂપાણીએ જાહેર કરી છે. આ સહાય યોજના અન્વયે રાજ્યના ધોરણ-૯થી લઇને કોલેજ સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટુ વ્હીલર ખરીદવા સરકાર ૧૨૦૦૦ રૂપિયાની સહાય આપશે. આ સહાય ૧૦,૦૦૦ વાહનોને આપવાનો લક્ષ્યાંક છે. રાજ્યના વિવિધ નગરો-શહેરોમાં વાહનોથી ફેલાતું વાયુ પ્રદુષણ અટકાવવા ઇલેકટ્રીક વાહનોના ઉપયોગ કરનારાઓને રૂા. ૧૨૦૦૦ની સહાય આપવાની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અગાઉ જાહેરાત કરી હતી. અગાઉ બેટરી સંચાલિત ટૂ વ્હીલર-થ્રી વ્હીલરના ઉપયોગ માટે સહાય યોજના જાહેર કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે,

ઇલેકટ્રીક ટૂ-વ્હીલર ખરીદવા વિદ્યાર્થીઓને રૂ. ૧૨ હજારની સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના નગરો-શહેરોમાં વાહનોથી ફેલાતા વાયુ પ્રદૃૂષણને અટકાવવા બેટરી સંચાલિત ટુ વ્હીલર-થ્રી વ્હીલરના ઉપયોગ વધુ પ્રમાણમાં લોકો કરતાં થાય તે માટે ઉપરોક્ત યોજના જાહેર કરવામાં આવી છે. ગુજરાત રાજ્યની શાળાઓમાં ધોરણ ૯થી ૧૨ તથા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી. વિદ્યાર્થી દીઠ ફક્ત એક જ અરજી કરવાની રહેશે.

જેડા દ્વારા અધિકૃત ઉત્પાદૃકોના ડીલર્સ તથા જેડાની વેબસાઈટ બોનાફાઈડ સર્ટીફિકેટ, (વર્ષ ૨૦૨૦-૨૧) મૂળ અથવા સ્કેન કરેલી નકલ અથવા સ્વ. પ્રમાણિત કરેલ અગાઉના વર્ષની માર્કશીટની નકલ, ૨). સ્વ-પ્રમાણિત કરેલ વિદ્યાર્થીના આધાર કાર્ડની નકલ, ૩) વિદ્યાર્થીનું સક્ષમ અધિકારીએ આપેલ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ/ દિવ્યાંગ, ગરીબ, અતિગરીબ, બિન અનામત વર્ગના આર્થિક પછાત સંબંધિત પ્રમાણપત્રની સ્વપ્રમાણિત નકલ (લાગુ પડતું હોય તો) ૪). ડ્રાઈવીંગ લાસન્સની સ્વ.પ્રમાણિત નકલ (ફક્ત બેટરી સંચાલિત હાઈ સ્પીડ વાહનો માટે) અરજીપત્રક ઉત્પાદક તથા મોડેલની પસંદગી કરીને તારીખ ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં પસંદ કરેલ ઉત્પાદકોના ડીલર્સ, જેડા કચેરીમાં જમા કરાવવાનું રહેશે. આગળના વર્ષમાં મેળવેલ પરીક્ષાનું ગુણાંક, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, મહિલાઓ, દિવ્યાંગ, સામાજીક આર્થિક મોજણી અંતર્ગત જાહેર કરેલા ગરીબ, અતિગરીબ તથા બિન અનામત વર્ગના આર્થિક પછાત વિદ્યાર્થીઓ.