રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કૂકડાઓને લડાવી જુગાર રમતા શખ્સોની કરી ધરપકડ

ન્યાયતંત્રમાં રચાયો ઈતિહાસ: સુપ્રીમ કોર્ટનાં 9 જજ ની એક સાથે શપથ વિધિ
ન્યાયતંત્રમાં રચાયો ઈતિહાસ: સુપ્રીમ કોર્ટનાં 9 જજ ની એક સાથે શપથ વિધિ

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કૂકડાઓને લડાવી જુગાર રમતા શખ્સોની ધરપકડ કરી છે. મોરબી રોડ પાસે આવેલ જૂની લાલપરી નદીના કાંઠેથી કૂકડાઓને લડાવી જુગાર રમનારાઓની અટકાયત કરી પોલીસે ૯ ફોર વ્હીલર તેમજ ૧૬ ટુ વ્હીલર, રોકડ અને મોબાઇલ સહિત કુલ ૧૪.૪૬ લાખ નો મુદ્દામાલ કબજે કર્યો છે. રાજકોટ પોલીસના સકંજામાં ભીખુ સામત પરમાર, સુનિલ વિજય ચુનાર, સલમાન બેગાણી, કાસમ ખફી, સબીર ભગાડ, ઇમરાન ગજણ, યુનુસ સંધાર, ઉત્તમ પરમાર અને ગોવિંદ મકવાણા આવી ગયા છે. આ શખ્સો રવિવારના રોજ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ વી.એમ.રબારીની ટીમ દ્વારા મોરબી રોડ નજીક આવેલા જૂની લાલપરી નદીના કાંઠે મરઘાઓને લડાવી જુગાર રમનારાઓને ત્યાં રેડ પાડવામાં આવતા નાસ ભાગ મચી જવા પામી હતી. પોલીસે બે મુખ્ય સૂત્રધાર સહિત ૧૧ લોકોની ધરપકડ કરી છે.

જ્યારે અનેક લોકો નાસી છૂટ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે પોલીસે હાલ નાસી છૂટેલા આરોપીઓને પકડવા પણ ચક્રો ગતિમાન કર્યા છે. નાસી છૂટેલા આરોપીઓ પૈકી કેટલાક લોકો મરઘાં પણ પોતાના સાથે લઈ ગયા હોવાનું પણ સામે આવ્યું છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં જુગાર ધામની કલમ ઉપરાંત પક્ષીઓ પર ઘાતકી વર્તન કરવા માટેની કલમ પણ લગાવી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમને ઘટનાસ્થળ પરથી ત્રણ ઇજાગ્રસ્ત હાલતમાં કુકડા પણ મળી આવ્યા છે. આરોપીઓની પૂછપરછમાં તેઓએ જણાવ્યું હતું કે, જુગાર રમવામાં સરળતા રહે તે માટે જુદા જુદા કલરના કુકડાઓનો ઉપયોગ કરવામાં આવતો હતો.

તો બીજી તરફ જુગારમાં સતત ટુકડાઓ વચ્ચે લડાઈ કરાવવાની હોવાના કારણે કૂકડાઓ ઇજાગ્રસ્ત પણ થતા હોય છે. ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્રણેય ટુકડાઓને સલામત રીતે રાજકોટની પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે જે સ્થળ પર રેડ કરી છે. ત્યાં એક રીંગ રાખવામાં આવે છે જે રીંગની અંદર બે કૂકડાઓને ઉતારવામાં આવે છે. રીંગ માં ઉતાર્યા બાદૃ જે કૂકડો પહેલો રીંગની બહાર નીકળી જાય અથવા તો પડી જાય તે લડાઈમાં હારી ગયાનું માનવામાં આવે છે. તેમજ તે કુકડા પર દાવ લગાવનારા પણ પોતાની રકમ હારી જાય છે. જ્યારે અન્ય વિજેતા થયેલ કૂકડા પર દાવ લગાડનારા વ્યક્તિઓ જીતી જતા તેમને આપવાના થનારા પૈસા પણ તેમને આપવામાં આવે છે.