રાજકોટમાં વધુ એક રેમડેસીવીર ઇન્જેક્શન કૌભાંડ આવ્યું સામે, ન્યૂ આઈડિયલ ફાર્માનુ લાયસન્સ રદ્દ

રાજકોટના નાના મવા રોડ પરથી ગત સપ્તાહે ફાર્મા પેઢી પરથી કોવિડની સારવારમાં વપરાતા ‘રેમડેશીવીરના ૨૦૬ ઈંજેકશનનું કૌભાંડ પકડાયા બાદૃ રાજકોટમાં વધુ એક ઈન્જેક્શન કૌભાંડ ખુલ્યું છે. રાજકોટમાં રેમડેસિવિર ઈન્જેક્શનનું બોગસ બિલીંગ કૌભાંડ ઝડપાતા ફરીથી રાજ્યમાં હડકંપ મચી જવા પામ્યો છે. રાજકોટમાં ન્યૂ આઈડિયલ ફાર્માનું લાયસન્સ રદ કરી દૃેવામાં આવ્યું છે. આ ઘટનામાં આનંદ ક્લિનિકના નામે ૨૪ ઈન્જેક્શનનું બોગસ બિલ ન્યૂ આઈડિયલ ફાર્માએ બનાવ્યું હતું. પરંતુ આ ઘટનામાં સૂત્રો પાસેથી જાણવા મળી રહૃાું છે કે, આ ઘટનામાં ૨૪ નહીં પરંતુ ૧૦૦થી વધુ ઈન્જેક્શનનું વેચાણ થયું છે.

જેથી પરેશ ઝાલાવાડીયા, રજની ફળદૃુ સામે ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનામાં ક્રાઈમ બ્રાંચે વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના મોટી ટાંકી ચોક પાસેથી ન્યુ આઈડલ એજન્સીના સંચાલક પરેશ લક્ષ્મણ ઝાલાવડીયા (રહે. સાધુ વાસવાણી રોડ, જનકપુરી સોસા.) તથા એમ.આર. રજનીકાંત પરસોતમ ફળદૃુ (રહે. સંસ્કાર એવન્યુ હાલ જિલ્લા જેલ)એ મળી કુલ ૨૪ ઈંજેકશનો બારોબાર કાળાબજારમાં વેચી નાખ્યાનો ક્રાઈમ બ્રાન્ચે પર્દૃાફાશ કર્યો છે. રાજકોટમાં કોરોના વાયરસમાં વ્યક્તિને જીવાડવા માટે વપરાતું રેમડેસીવીર ઇન્જેક્શન કૌભાંડનો રણકો ફરીથી સંભળાયો છે. રાજકોટની ન્યુ આઈડિયલ ફાર્મા દ્વારા બોગસ બિલ બનાવી ઇન્જેક્શન કૌભાંડ આચરાયું હોવાનું સામે આવ્યું છે.

આ ઘટનામાં ન્યુ આઈડિયલ ફાર્મા દ્વારા ૨૪ ઇન્જેક્શન આનંદ કલીનીકના નામે બોગસ બિલ બનાવ્યાનું સામે આવ્યું છે. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે થિયોસ બાદ ન્યુ આઈડિયલ ફાર્મા સામે ફરિયાદ નોંધી છે. ન્યુ આઈડિયલ ફાર્માના માલિક પરેશ ઝાલાવડીયા અને રજની ફળદૃુ સામે ફરિયાદ નોંધાઈ છે. બીજી બાજુ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ન્યુ આડીયલ એજન્સીનું લાઇસન્સ રદ કર્યું છે. પરંતુ સૂત્રો જણાવી રહૃાા છે કે ૨૪ નહીં પરંતુ ૧૦૦થી વધુ રેમડેસીવીર ઇન્જેક્શનના બોગસ બિલનું કૌભાંડ આચરાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.