મોરબીમાં સરકાર પર વરસાદના આંકડા છુપાવવાનો લલિત કાગથારાએ લગાવ્યો આરોપ

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત કગથરાએ વરસાદૃના આંકડા છૂપાવાના આક્ષેપ કર્યા છે. આ આક્ષેપ તેમણે પત્રકાર પરિષદ યોજીને કર્યા છે. જેમાં તેમણે ખેડૂતોને યોગ્ય વળતર આપવાની માગ કરી છે.વરસાદના આંકડા છૂપાવવામાં આવ્યામોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્ય લલિત કગથરાએ પત્રકાર પરિષદૃમાં કહૃાું કે, મોરબી જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. જો કે, વરસાદના આંકડા છૂપવી રહી છે.

આ અગાઉ સરકારે કોરોના સંક્રમણ અને મોતના આંકડા પણ છૂપાવ્યા હતા.સરકાર મોરબીમાં થયેલા વરસાદના આંકડા છૂપાવેમામલતદાર ઓફિસ અને નગરપાલિકાના આંકડા વિભિન્ન ધારાસભ્યએ કહૃાું કે, મુખ્યમંત્રી સહાય યોજનાની સરકારે જાહેરાત કરી હતી. જો કે ખેડૂતોને વળતર ચૂકવવું ના પડે, તેથી વરસાદના આંકડા સાથે છેડછાડ કરવામાં આવી રહી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, મોરબીની મામલતદાર ઓફિસ અને નગરપાલિકામાં વરસાદના આંકડામાં તફાવત જોવા મળે છે.

જેનો મતલબ સ્પષ્ટ થાય છે કે, સરકાર ખેડૂતોને કાંઈ આપવા માગતી નથી.વળતર ચૂકવવા માગમોરબી જિલ્લા પ્રમુખ અને ધારાસભ્ય લલિત કગથરાએ પત્રકાર પરિષદમાં ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવવાની માગ કરી છે. તેમણે કહૃાું કે, જિલ્લાના એક પણ તાલુકામાં વરસાદ માપવાનું એક પણ સંશાધન નથી. જેથી ખેડૂતોને વળતર ચૂકવવું જોઈએ.