માધાપર ગામનો વિકાસથી વંચિત રહેતા સ્થાનિકોએ થાળી-વેલણ વગાડી વિરોધ કર્યો

માધાપર ગામનો રાજકોટ મનપાની હદમાં સમાવેશ કરવા છતાં માધાપર ગામ વિકાસ માટે ઝંખી રહૃાું છે. ત્યારે સ્થાનિકોએ થાડી-વેલણ વગાડી વિરોધ નોંધાયો છે. સ્થાનિકોની માંગ છે કે પહેલા રોડ રસ્તા, ગટર અને પાણીની પ્રાથમિક સુવિધા આપવામાં આવે. સ્થાનિકોએ વિકાસ નહીં તો વોટ નહીંના સુત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો.

સ્થાનિકોનું કહેવું છે કે માધાપર ગામ મનપાની હદમાં સમાવેશ કર્યા બાદ કેટલા મહિનાઓ વિત્યા બાદ પણ હજુ સુધી એક પણ સુવિધા મળી નથી. શહેરભરમાં રોડ-રસ્તાના કામ થયા છે. પરંતુ માધાપર મનપામાં ભળ્યું હોવા છતાં એક પણ રસ્તો રિપેર કરવામાં આવ્યો નથી. નવા ભેળવવામાં આવેલા ૫ ગામોની સ્થિતિ એક સમાન છે. જેથી માધાપરના સ્થાનિકોએ થાળી અને વેલણ વગાડી વિરોધ કર્યો હતો. સ્થાનિકોએ ‘વિકાસ ઝંખે માધાપર, વિકાસ નહીં તો વોટ નહીં, કમિશનર, મેયર ક્યારે લેશો માધાપર ગામની મુલાકાત, માધાપર ગામના રહેવાસીઓને ક્યારે મળશે રોડ-રસ્તા-પાણી સહિતની સુવિધાઓ, માધાપર ગામનો વિકાસ ક્યારે થશે? અમારે પણ જોવો છે વિકાસના સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.