માદક દ્રવ્ય પીવડાવી બેભાન કરી યુવતીને બનાવી હવસનો શિકાર

અમદાવાદ શહેરમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. લગ્નની લાલચ આપી પરણિત યુવકે અવાર નવાર મહિલાને હવસનો શિકાર બનાવી ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હોવાની વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ છે. દુષ્કર્મનો ભોગ બનેલી પીડિત મહિલા પોતે વકીલ છે. ફેમિલી કોર્ટમાં પ્રેક્ટિસ કરે છે. આરોપી યુવક પોતાની પત્નીને ડિવોર્સ આપવા માટે પીડિત મહિલા વકીલના સંપર્કમાં આવ્યા હતો. બાદમાં બંન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.

લગ્નની લાલચ આપી મરજી વિરૂદ્ધ સંબંધ બાધ્યા હતા. આરોપી યુવકે મહિલાને કેફીન પદાર્થ પીવડાવીને બેભાન કરીને અશ્ર્લીલ વિડિયો ઉતારી અવાર નવાર ધાક ધમકી આપી દુષ્કર્મ ગુજારતો હતો. આ સમગ્ર મામલે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.આ મામલે વાડજ પોલીસે જેતલપુરમાં રહેતો પંકજ મકવાણા વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે મહિલાએ આરોપી વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદૃ દૃાખલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW