મહિલા ના.મામલતદારના બિભત્સ ફોટો વાયરલ કરી પૈસા માંગનાર ઝડપાયો

મહિલા નાયબ મામલતદાર દસ મહિના પહેલાં મોલથી ખરીદી કરી પરત ફરી રહૃાાં હતા. ત્યારે તેઓ રિક્ષામાં પોતાનો મોબાઇલ ભૂલી ગયા હતા. આ ઘટનાના ૧૦ મહિના બાદ ઈસમે મહિલા નાયબ મામલતદારના મોબાઇલના વીડિયો અને ફોટા એડિટેડ કરી તે ફોટા વહેતા કરવાની ધમકી આપી હતી. આ એડિટેડ ફોટા વહેતા ન કરવા બદલ તેણે ૬૦ હજારની ખંડણી માંગી હતી. જેના પગલે નાયબ મામલતદારે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે પોલીસે આરોપીને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે સર્વેલન્સના આધારે ઝડપી પાડેલા નાજીમ નઈમ પટેલ (ઉ.વ.આ.૨૪) ઘર નં. ૯૯ જોનાપુર મેઈન રોડ સાઉથ દિલ્લહી મૂળ રહે. ડુંભાલ ટેનામેન્ટ ઓમનગર સોસાયટીની બાજુમાં આંજણા રોડ િંલબાયત સુતને પોલીસે ઝડપી લીધો છે. નાજીમે નાયબ મામલતદાર મહિલાને ફોનના વોટસએપમાં બિભત્સ ફોટો મોકલી આપી વાઈરલ કરવાની ધમકી આપી હતી તથા ફોન કરીને ૬૦ હજાર રૂપિયાની માંગ કરી હતી. જેથી પોલીસમાં ગુનો નોંધાતા પોલીસે આરોપીને ઝડપી લીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW