મહિલા અને યુવક પર ૪ અજાણ્યા શખ્સોએ કર્યો જીવલેણ હુમલો

સુરેન્દ્રનગર જિલ્લાના લીબડી વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થઇ ચુકી છે ત્યા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહૃાા છે. લીંબડીમાં મોડી રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા મહિલા અને યુવક પર હુમલો કરવાની ઘટના સામે અવી છે.

મળતી માહિતી અનુસાર, લીંબડી તાલુકાના ભલગામડા ગેઈટ પાસે આવેલ પટેલ શેરીમાં મોડી રાત્રે મહિલા અને યુવક ઉપર ચાર શખ્સોએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો ત્યારે મહિલાને યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

હાલ લીંબડીમા અવાર-નવાર મારામારીના બનાવો બનતા હોય છે ત્યારે ગત મોડી રાત્રે ભલગામડા ગેઈટ પાસે આવેલ પટેલ શેરીમાં પાડોશી સાથે બબાલ થઈ જવા પામી હતી ત્યારે અન્ય ચાર શખ્સોએ એક મહિલા ઉપર બથોડ વસ્તુથી માર મારવામાં આવ્યો હતો ત્યારે આ મહિલા અને યુવક ને ઈજા પહોંચતા તાત્કાલિક અસરથી લીંબડી હોસ્પિટલમાં સારવાર અર્થે દૃાખલ કરાયા હતા.

સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે માસમટનના વ્યાપાર બાબતે આ ઈજાગ્રસ્ત મહિલા અને તેના પતિ દ્વારા આ ધંધો બંધ કરવા કહેતા ઝગડો થયો હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે આ બાબતે લીંબડી પોલીસને જાણ થતાં લીંબડી પોલીસે ફરિયાદૃ નોંધી કાયદૃાકીય કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.