ભ્રષ્ટાચારના કેસમાં પૂર્વ રાજ્યસભા સાંસદ શંકર વેગડ નિર્દોષ જાહેર

પાણીની પાઈપલાઈનની કામગીરીમાં ભ્રષ્ટાચારનો ગુનો નોંધાયો હતો

રાજ્યસભાના પૂર્વ સાંસદ અને કોળી નેતા શંકરભાઇ વેગડને સુરેન્દ્રનગર જિલ્લા કોર્ટે ભ્રષ્ટાચારના ગુનામાં નિર્દોષ ઠેરવ્યા છે. વર્ષ ૧૯૮૮માં તેમની સામે સુરેન્દ્રનગર પાલિકામાં પાણીની પાઇપલાઇનની કામગીરીમાં ભ્રષ્ટાચાર અંગે ગુનો નોંધાયો હતો. જિલ્લાના ચકચારી ભ્રષ્ટાચારના કેસનો જિલ્લા કોર્ટે ઓનલાઈન ચુકાદો આપ્યો હતો. વિડીયો કોન્ફરન્સથી કોર્ટે શંકરભાઈ વેગડ સહિતના તમામ ૧૫ આરોપીઓને નિર્દોષ ઠેરવ્યા છે. ઉલ્લેખનીય છે કે, શંકર વેગડ વર્ષ ૨૦૧૨થી ૨૦૧૮ સુધી રાજ્યસભાના સાંસદ રહૃાા હતા.

તેમને રિપિટ કરવામાં આવ્યા નહોતા. હાલ ૮ વિધાનસભાની પેટાચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે અને ભાજપ ઉમેદવારો નક્કી કરવા માટે કવાયત કરી રહૃાો છે. ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પેટાચૂંટણીને લઈને ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે લીંબડી બેઠક પર કિરીટિંસહ રાણાની સાથે સાથે શંકર વેગડના નામની પણ ચર્ચા ચાલી રહી છે. લીંબડી બેઠક પર કોળી સમાજના મતદારોનું પ્રભુત્વ હોવાથી કોળી સમાજને ધ્યાને રાખીને શંકર વેગડને ટિકિટ મળવાની શક્યતા છે. વર્ષ ૨૦૧૭માં ભરવાડ સમાજના સમૂહ લગ્નમાં હાજર રહેલા તે સમયે રાજ્યસભા સાંસદ શંકર વેગડને એક યુવકે સ્ટેજ પર ચડી તમાચો માર્યો હતો.ભાષણ દરમિયાન સાંસદ અને યુવક વચ્ચે બબાલ થઈ હતી.ઘટના બાદ સાંસદ શંકર વેગડ સ્ટેજ છોડીને જતા રહૃાા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.