Monday, January 25, 2021
Home Female ભરૂચના કબ્રસ્તાનમાં મહિલાઓના વાળ ખેંચી કાઢતા સગીર સહિત ત્રણ પકડાયા

ભરૂચના કબ્રસ્તાનમાં મહિલાઓના વાળ ખેંચી કાઢતા સગીર સહિત ત્રણ પકડાયા

રૂપિયા ૬થી ૭ હજારમાં એક કિલો વેચાતા વાળની ચોરીનો વિચિત્ર કિસ્સો ભરૂચના ઇખર ગામે બન્યો છે. ગામના કબ્રસ્તાનમાં મહિલાઓની કબરમાં ખાડો પાડી માથાના વાળ કાપી લઇ તેની ચોરી કરતી ત્રિપુટીને ગ્રામજનોએ ઝડપી પાડી હતી. સ્થાનિકોએ ૨ સગીર સહિત ત્રણને મેથીપાક આપી પોલીસના હવાલે કરતાં પોલીસે અરજીના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઇખર ગામના કબ્રસ્તાનમાં થોડા દિવસથી કબરોને નુકસાન કરવામાં આવી રહૃાું હતું.

સ્થાનિકોના ધ્યાને આવ્યું હતું. દરમિયાનમાં બે-એક દિવસ પહેલાં ઇખરના કબ્રસ્તાનમાંથી ભાગતાં ત્રણ શખ્સોને કેટલાંક શખ્સોએ જોઇ જતાં તેમણે તેઓની ભાળ કાઢતાં પાલેજ નજીકથી તે પૈકીના બે સગીરને ઝડપી પાડ્યાં હતાં. તેમની પ્રાથમિક પુછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. ઇકબાલ નામનો શખ્સ તેમજ ઝડપાયેલા બે સગીર કબરમાંથી વાળ ખેંચીને ચોરી કરતાં હોવાની કેફિયત કરી હતી. જે પૈકીના બે સગીર વાળનો વ્યવસાય કરતાં હોઇ ઇકબાલની મદદથી કબ્રસ્તાનમાં આવેલી મહિલાઓની કબર શોધતાં હતાં.

આ શખ્સો કબરના માથાના ભાગે નાનું કાણું પાડી દોરી અને તારથી ખાડામાંથી મહિલાઓના વાળ ખેંચી લઇ તેને કાપી લઇ ચોરી કરી જતાં હોવાની કબુલાત તેમણે કરી હતી. કબ્રસ્તાનમાં મહિલાઓની કબરને ટોળકી નિશાન બનાવતી હતી. ટોળકી ધ્યાન રાખતી હતી કે, કબર જૂની હોય જેથી કે મૃતકના માથાના વાળ ચામડીમાંથી છુટાં પડી ગયાં હોઇ તેને સરળતાથી બહાર કાઢી શકાય. જ્યારે નવી કબરમાં તેટલી સરળતાથી વાળ નિકળી શકતાં ન હોઇ તે માટે તેઓ મહેનત કરતાં ન હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

દિવસના અંતે શેરબજારમાં કડાકો, સેન્સેક્સ -૭૪૬ પોઇન્ટ પટકાયો

સ્થાનિક શેરબજારમાં આજે બંધ થતા કડાકો જોવા મળ્યો છે. તેથી શેરબજારમાં નિરાશા છવાઇ ગઇ છે. જેમાં સેન્સેક્સ -૭૪૬.૨૨ પોઇન્ટ એટલે ૧.૫૦% ટકાના...

CBIએ લાંચ કેસમાં પોતાના જ DSP સહિત ત્રણને દબોચ્યા

બેક્ધ કૌભાંડ કેસની મહત્વની ઇન્ફોર્મેશન લિક કરવા માટે લાંચ લેતા ઝડપાયા એક બેક્ધ કૌભાંડ કેસમાં ૫૫ લાખ રુપિયાની...

અશાંતધારામાં સુધારાની જોગવાઈનું જાહેરનામું બહાર પાડવા મુદ્દે હાઈકોર્ટનો મનાઈ હુકમ

વર્ષ ૨૦૨૦ અશાંતધારા કાયદૃામાં કરવામાં આવેલા સુધારાની કેટલીક વિવાદાસ્પદ જોગવાઈઓને પડકારાતા ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આગામી મુદૃત સુધી વર્ષ ૨૦૨૦માં અશાંતધારા કાયદૃામાં...

અમેરિકાના પગલે ભારતે તિબેટનો મુદ્દો ઉઠાવ્યો તો બંને દેશોના સંબંધ ખતમ થશે: ચીન

ભારતના નિષ્ણાંતો અમેરિકાની ભાષા બોલી રહૃાા છે, પરંતુ ભારતમાં ચીન વિરુદ્ધ યુદ્ધ જીતવાની ક્ષમતા નથી વિસ્તારવાદૃની નીતિથી પીડાઇ...

Recent Comments

× Get Now Free E-Newspaper.