Thursday, January 21, 2021
Home Female પ્રેમી સાથે ભાગેલી ૧૭ વર્ષની સગીરાને પ્રેમી અધવચ્ચે તરછોડી ફરાર

પ્રેમી સાથે ભાગેલી ૧૭ વર્ષની સગીરાને પ્રેમી અધવચ્ચે તરછોડી ફરાર

શહેરના ગોમતીપુરમાં એક એવી વિચિત્ર પ્રેમ કહાની સામે આવી જે સાંભળીને ખુદૃ પોલીસ પણ અચંબામાં પડી ગઈ છે. ૧૭ વર્ષની સગીરા તેના પિતાને સોરી, સોરી, સોરી, આટલું લખી તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. શરૂઆતમાં તો તે તેના પ્રેમી સાથે લગ્ન કરવા નીકળી હતી. પરંતુ ઉંમર નાની હોવાથી લગ્ન ન કરી શકે એચલે બાદૃમાં પ્રેમીના ધાંગધ્રા ખાતેના ગામ ગઈ પરંતુ બાદૃમાં તેને જાણ થઈ કે પોલીસ ફરિયાદૃ થઇ ગઇ છે, જેના કારણે તેના પ્રેમીએ તેને વિરમગામ એકલી મૂકી દૃીધી હતી અને સગીરાના પરિવારને જાણ કરી દૃીધી હતી.

ગોમતીપુર વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષીય સગીરા બ્યુટી પાર્લનું કામ શિખતી હતી. ત્યારે તેની એક યુવતી સાથે મિત્રતા થઈ હતી. બાદૃમાં આ જે યુવતી હતી તેના ભાઈ સાથે પણ તેની મિત્રતા થઇ. ત્રણેક વર્ષ સુધી સગીરા અને યુવક વચ્ચે મિત્રતા રહી પરંતુ છેલ્લા છ મહિનાથી આ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને પરિવારને જાણ થતાં તેની સાથે સંબંધ ન રાખવાનું કહેતાં આ સગીરા એક દિૃવસ તેના પિતાને એક ચિઠ્ઠી લખી ઘરેથી પ્રેમી સાથે નીકળી ગઈ હતી. પોલીસે આ બાબતે ગુનો નોંધ્યો અને તપાસ શરૂ કરી ત્યારે પોલીસને જાણવા મળ્યું કે યુવકનું જે ગામ છે ત્યાં સગીરા અને તેનો પ્રેમી હોઈ શકે છે અને બાદૃમાં પોલીસે તપાસ તેજ કરી અને સગીરાની ભાળ મેળવી.

ફરાર થતા પહેલા સગીરા એક ચિઠ્ઠી લખીને ગઈ હતી. જેમાં તેણે પિતાની માફી માગી હતી. જેમાં લખ્યું કે સોરી હું એક યુવકને ખૂબ જ પ્રેમ કરૂ છું અને તેની સાથે લગ્ન કરી લીધા છે. શોધખોળ કરવી નહીં. જોકે ફરિયાદૃ બાદૃ પોલીસે આરોપીની તપાસ કરતા તે ધ્રાંગધ્રા હોવાનું સામે આવ્યું. પોલીસે સગીરા બાબતે તપાસ કરી તો ફરિયાદૃ થઈ હોવાથી પ્રેમીએ સગીરાને વિરમગામ રોડ પર તરછોડી હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે સગીરાની ભાળ મેળવી અને બાદૃમાં આરોપીની ધરપકડ કરી હતી.

નવાઈની વાત તો એ છે કે ફિલ્મી કહાની જેવી પ્રેમ કહાનીમાં જ્યારે સગીરા ભાગી હતી ત્યારે સૌ પ્રથમ તેને પોતાની ઉંમર નાની છે તે બાબતનો પણ જાણે કે ખ્યાલ ન હોય તેમ તે લગ્ન કરવા નીકળી હતી. પરંતુ અમદૃાવાદૃમાં અનેક જગ્યાઓ પર ફરી ત્યારે તેના લગ્ન ૧૭ વર્ષની ઉંમરે શક્ય ન હોવાનું તેને જાણવા મળ્યું અને બાદૃમાં તે તેના પ્રેમી સાથે ધાંગધ્રા પહોંચી, પરંતુ બાદૃમાં પોલીસ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે તે વાતની પ્રેમીને જાણ થતાં તેણે તેની સગીર પ્રેમિકાને તરછોડી મૂકી અને અંતે પ્રેમ કરવાનું માઠું પરિણામ સગીરાને મળ્યું. સગીરાએ પ્રેમી પણ ગુમાવ્યો અને પિતા સાથે કરેલા વર્તનને પણ ભૂલ તરીકે સ્વીકારી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

લાલ કિલ્લાને પ્રવાસીઓ માટે ૨૬મી જાન્યુઆરી સુધી બંધ રાખવાના આદેશ

બર્ડ લૂ ઇફેક્ટ લાલ કિલ્લામાં મૃત મળી આવેલા કાગડાઓ બર્ડ લૂથી સંક્રમિત હોવાની ખાતરી થયા બાદ સ્મારક ભવનને...

ત્રણ કૃષિ કાયદા ખેતીને બરબાદ કરી દેશે, મોદી-ભાજપથી નથી ડરતો: રાહુલ ગાંધી

દેશની સમગ્ર ખેતી પોતાના ત્રણ-ચાર મિત્રોને આપવની ફિરાકમાં મોદી કોરોના સંકટ, કિસાન આંદૃોલનના મુદ્દા પર વિપક્ષ સતત કેન્દ્ર...

સીરમ ઇન્સ્ટિટ્યૂટ દેશને ૧ કરોડ વેક્સિનના ડોઝ ફ્રીમાં ઉપલબ્ધ કરાવશે

દુ]નિયાના અનેક વિકસીત અને શક્તિશાળી દેશો હજી પણ કોરોના વાયરસ સામે ઝઝુમી રહૃાાં છે ત્યારે ભારતે કોરોનાની એક નહીં બબ્બે વેક્સીન બનાવીને...

હાઇકોર્ટમાં અરજી સાથે માંગ: સ્થા.સ્વરાજ્યની ચૂંટણી બુલેટ પેપરથી કરાવવામાં આવે

VVPAT મશીનની ગેરહાજરીમાં રાજ્યનો ચૂંટણી પંચ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી બેલેટ પેપરથી યોજવા મુદ્દે જાહેરાત કરે તેવી માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની...

Recent Comments

× Get Now Free E-Newspaper.