Monday, January 18, 2021
Home Female પારૂલ યુનિમાં કોલેજના પ્રિન્સિપાલ સામે મહિલા પ્રોફેસરે નોંધાવી શારીરિક અડપલાની ફરિયાદ

પારૂલ યુનિમાં કોલેજના પ્રિન્સિપાલ સામે મહિલા પ્રોફેસરે નોંધાવી શારીરિક અડપલાની ફરિયાદ

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના લીમડા સ્થિત પારુલ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. જેમાં મહિલા પ્રોફેસર સાથે ફરજ બજાવતા કોલેજના પ્રિન્સિપાલ દ્વારા શારીરિક અડપલા, દુષ્કર્મ તેમજ ખોટી રીતે હેરાનગતિ કરતા હોવા અંગેની લેખિતમાં ફરિયાદ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં આપવામાં આવતા પારુલ યુનિવર્સિટીના સંચાલકો દ્વારા સમગ્ર મામલો રફેદફે કરી દેવાનો પ્રયાસ ચાલી રહૃાો છે.

પ્રિન્સિપાલ અને મહિલા પ્રોફેસરને બંનેને છૂટા કરી દેવામાં આવ્યા છે. વડોદરા શહેરમાં રહેતી યુવતી ડોક્ટર જયશ્રી પટેલ (નામ બદલ્યું છે) તેઓએ વાઘોડિયા પોલીસમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કેતેઓ પારુલ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે છેલ્લા એક વર્ષથી ફરજ બજાવતા હતા અને નોકરીમાં જોડાયા બાદ પીએચડી પણ કરતા હતા. તે દરમિયાન હમારા પારુલ કોલેજના કેમ્પસમાં રહેતા અને મુળ પાલનપુર રાજ મંદિર પાસેના નવ જ્યોત કુમાર શાંતિલાલ ત્રિવેદૃી સાથે સંપર્કમાં આવ્યા હતા.

તેઓએ બે માસ બાદ અમારા અંગત જીવન અને શારીરિક જિંદગી વિષે પૂછવાનું શરૂ કર્યું હતું. તેઓ પોતે પરણિત અને એક પુત્રીના પિતા છે. તેમ છતાં શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરવામાં આવી હતી તથા તેમણે અવાર નવાર વિડીયોકોલ દ્વારા બિભત્સ માંગણી કરતા રહૃાા હતા. ડોક્ટર નવજ્યોત કુમાર ત્રિવેદી દ્વારા કોલેજની બહાર પણ અવાર નવાર મળવા માટે દૃબાણ કરવામાં આવતું હતું.


જેથી અમારા સાહેબ હોવાના નાતે બહાર પણ મળવા જવું પડતું હતું. ફરિયાદમાં જયશ્રીએ વધુમાં જણાવ્યું છે કે દિલ્હી ખાતે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ડિસેમ્બર મહિનામાં મળી હતી. તેમાં ભાગ લેવા પારુલ યુનિવર્સિટી માંથી ૨૮ વિદ્યાર્થી સાથે અમે સૌ તારીખ ૧૯ ડિસેમ્બર ૨૦૧૯ ના રોજ દિલ્હી પહોંચ્યા હતા અને અમારા પ્રિન્સિપાલ તારીખ ૨૧, ૧૨ ૨૦૧૯ ના રોજ સવારના દિલ્હી પહોંચ્યા હતા,

જ્યાં અમે રોકાયા હતા, ત્યાં નવ જ્યોત ત્રિવેદૃી સાથે વધુ પરિચયમાં આવ્યા હતા ત્યારે તેમણે અમને જણાવ્યું હતું કે મને મારી પત્ની ગમતી નથી હું ફક્ત મારી દૃીકરીના કારણે સાથે રહું છું. હું મારી પત્નીથી ત્રાસી ગયેલો છું એનાથી છૂટકારો મેળવવા માગું છું અને તેમણે તું મને બહુ ગમે છે મારે તારી સાથે રહેવું છે. મારો વિશ્ર્વાસ કર તું મારી ગર્લફ્રેન્ડ છે. જેથી પત્ની સાથે આવું વર્તન ન કરવા અમે તેમને સમજાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

દિૃલ્હીને ૨.૭૪ લાખ કોરોના વેક્સિનને ડાઝ મળ્યા: મુખ્યમંત્રી કેજરીવાલ

અઠવાડિયામા ૪ દિવસ થશે રસીકરણ સમગ્ર દેશમા કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે રસીકરણના અભિયાનની તૈયારી કરવામા આવી રહી...

કૃષિ કાયદા અંગે સુપ્રિમે રચેલી કમિટીમાંથી ભુપેન્દ્રસિંહ માન હટી ગયા

ખેડૂતોના હિતો સાથે ખિલવાડ નથી કરી શકતો: માન કેન્દ્ર સરકારે લાગુ કરેલા ૩ કૃષિ કાયદાઓના વિરોધમાં ૫૦ દિવસોથી...

ટ્રમ્પનું બીજીવાર ઈમ્પીચમેન્ટ: પ્રતિનિધિ-ગૃહની મંજૂરી, સેનેટની બાકી

ટ્રમ્પ ફરી પ્રમુખપદૃ માટે ચૂંટણી નહીં લડી શકે, અમેરિકન સેનેટ નક્કી કરશે ડેમોક્રેટસની બહુમતીવાળા ગૃહમાં મહાભિયોગની દૃરખાસ્ત...

વાગરા તાલુકામાં ૫૦૦ કરોડના જમીન કોભાંડનો ખેડૂત હિતરક્ષક દળનો આરોપ

ખેડૂત હિતરક્ષક દળનો આજ રોજ ભરૂચમાં કાર્યક્રમ યોજ્યો હતો જેમાં અને ગુજરાત સરકારની નિષ્ફળતા અને નિસ્થુરતા અંગે સુત્રોચ્ચાર કર્યા હતાં. સાથે જ...

Recent Comments

× Get Now Free E-Newspaper.