Monday, January 25, 2021
Home GUJARAT પાકતી મુદત પહેલા પોલિસીની રકમ આપવાના બહાને છેતરિંપડી કરનારો શખ્સ ઝડપાયો

પાકતી મુદત પહેલા પોલિસીની રકમ આપવાના બહાને છેતરિંપડી કરનારો શખ્સ ઝડપાયો

છેલ્લા ઘણા સમયથી બોગસ કોલથી અનેક લોકો પરેશાન છે, અને તેમાં પણ એક નાનકડી ભૂલ તમારુ એકાઉન્ટ સાફ કરી નાખવા માટે ગઠિયાઓ માટે મદદરૂપ પગલું બની જતું હોય છે. આવું જ એક બનાવ અમદાવાદના એલિસબ્રીજ વિસ્તારમાં રહેતાં સિનિયર સિટિઝન સાથે બન્યો અને સાડા પાંચ લાખ રૂપિયા ભૂલી જવાનું વખત આવ્યો. જો કે આ વાતની જાણ સાયબર ક્રાઈમને થતા ટેક્નિકલ એનાલિસિસ દ્વારા અમદાવાદ સાયબર ક્રાઈમને બોગસ કોલ સેન્ટર ચલાવતા એક આરોપીની દિલ્હીના શકરપુર ખાતેથી ધરપકડ કરી છે. પોલીસ કસ્ટડીમાં ઉભેલા આરોપી વિકાસ કુમાર સૂર્યવંશી મૂળ યુપીનો રહેવાસી છે. પરંતુ દિલ્હીમાં રહી ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવી લોકોને છેતરવાનું કામ કરતો હતો.

ઇન્સ્યોરન્સ કંપની પોલીસી લીધેલ ગ્રાહકોને ફોન કરી તેમને પાકતી મુદત પહેલાં જ રકમ અપાવવાના બહાને છેતરિંપડી વિશ્ર્વાસઘાત કરવાનો તેની મોડેસ ઓપરેન્ડી હતી. એટલું જ નહીં વિકાસ સૂર્યવંશી પોતે વીમા લોકપાલ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ભવાની ઓળખ આપી પોલીસી નાણાં બોનસ રૂપે આપવા પ્રોફિટ રૂપિયા આપવાનો પહેલા વિશ્ર્વાસ મેળવતો હતો. બાદમાં તેના માટે અમુક રૂપિયા ભરાવી છેતરિંપડી આચરતો હતો. આરોપી વિકાસ સૂર્યવંશી દિલ્હીમાં બેઠા બેઠા ક્યારેક ઇક્ધમટેક્સ જીએસટીની પ્રોસેસિંગ પીસ અથવા તો ડિમેટ એકાઉન્ટ અને પોલીસીની ફંડ વેલ્યુ બાબતેની અલગ-અલગ સ્ક્રિપ્ટથી લોકો સાથે ફરોડ કરતો હતો. અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં રહેતા ધીરજ પટેલ નામના સિનિયર સિટીઝન થોડા સમય અગાઉ બે વીમા પોલિસી ખાનગી કંપનીની લીધી હતી.

આ પોલીસીને પાકતી મુદત પહેલા રકમ અપાવવાના બહાને ટુકડે ટુકડે સાડા પાંચ લાખ રૂપિયા કરાવ્યા હતા. ત્યારબાદ ફોન ઉપર કે અન્ય કોઈ સંપર્ક નહીં થતાં સિનિયર સિટીઝનને પોતાની સાથે છેતરિંપડી વિશ્ર્વાસઘાત થયાનો અહેસાસ થતા ધીરજ પટેલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે સાયબર ક્રાઇમની ટીમે ટેકનિકલ એનાલિસિસ કરી આરોપી વિકાસ સૂર્યવંશીની દિલ્હીના શકરપુર ખાતેથી અટકાયત કરી હતી. હાલમાં તેની પાસેથી ત્રણ ફોન સીમ કાર્ડ અને ઇન્શ્યોરન્સ પોલિસીના લીડ મેળવવા માટેના કેટલાક દસ્તાવેજો પણ કબજે કરવામાં આવ્યા છે. માનવામાં આવી રહૃાું છે કે આરોપીએ અત્યાર સુધીમાં કરોડો રૂપિયાની છેતરિંપડી કરી હોઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

દિવસના અંતે શેરબજારમાં કડાકો, સેન્સેક્સ -૭૪૬ પોઇન્ટ પટકાયો

સ્થાનિક શેરબજારમાં આજે બંધ થતા કડાકો જોવા મળ્યો છે. તેથી શેરબજારમાં નિરાશા છવાઇ ગઇ છે. જેમાં સેન્સેક્સ -૭૪૬.૨૨ પોઇન્ટ એટલે ૧.૫૦% ટકાના...

CBIએ લાંચ કેસમાં પોતાના જ DSP સહિત ત્રણને દબોચ્યા

બેક્ધ કૌભાંડ કેસની મહત્વની ઇન્ફોર્મેશન લિક કરવા માટે લાંચ લેતા ઝડપાયા એક બેક્ધ કૌભાંડ કેસમાં ૫૫ લાખ રુપિયાની...

અશાંતધારામાં સુધારાની જોગવાઈનું જાહેરનામું બહાર પાડવા મુદ્દે હાઈકોર્ટનો મનાઈ હુકમ

વર્ષ ૨૦૨૦ અશાંતધારા કાયદૃામાં કરવામાં આવેલા સુધારાની કેટલીક વિવાદાસ્પદ જોગવાઈઓને પડકારાતા ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આગામી મુદૃત સુધી વર્ષ ૨૦૨૦માં અશાંતધારા કાયદૃામાં...

અમેરિકાના પગલે ભારતે તિબેટનો મુદ્દો ઉઠાવ્યો તો બંને દેશોના સંબંધ ખતમ થશે: ચીન

ભારતના નિષ્ણાંતો અમેરિકાની ભાષા બોલી રહૃાા છે, પરંતુ ભારતમાં ચીન વિરુદ્ધ યુદ્ધ જીતવાની ક્ષમતા નથી વિસ્તારવાદૃની નીતિથી પીડાઇ...

Recent Comments

× Get Now Free E-Newspaper.