નવરાત્રીમાં આરતી માટે પણ લેવી પડશે પોલીસની મંજૂરી

અમદાવાદમાં નવરાત્રીને લઈને પોલીસની મહત્વની સ્પષ્ટતા

અમદાવાદમાં પોલીસે નવરાત્રી મુદ્દે મોટી સ્પર્ધા કરી છે. સરકારે ૨૦૦ લોકો ભેગા કરવાની મંજૂરી આપી છે પણ શરતી. પોલીસ પણ આ મુદ્દે કટીબધ્ધ છે. અમદાવાદમાં નવરાત્રીને લઇને પોલીસની સ્પષ્ટતા સામે આવી છે. નવરાત્રીમાં આરતી માટે પણ પોલીસની મંજૂરી લેવી પડશે. આરતી વખતે પણ લોકો વચ્ચે ૬ ફૂટનું અંતર રાખવું જોઇએ.

પ્લોટની ક્ષમતા પ્રમાણે જ માણસો ભેગા કરી શકાશે. સરકારે ૨૦૦ લોકો ભેગા કરવાની મંજૂરી આપી છે. આયોજન માટેનો પ્લોટ નાનો હશે તો ૨૦૦ લોકો ભેગા નહી કરી શકાય. કન્ટેઇનમેન્ટ ઝોનમાં આરતી માટે પોલીસની મંજૂરી નહી મળે. મંજૂરી વિના આયોજન કરવા પર ગુનો દાખલ કરવામાં આવશે.