ધો.૯થી ૧૨ના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં ૩૦ ટકાનો ઘટાડો કરાયો

કોરોના મહામારીમાં શાળા-કોલેજો લગભગ ૬ મહિનાથી બંધ છે. ત્યારે વિદ્યાર્થીઓને પણ શાળાઓ દ્વારા ઓનલાઇન શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવામા આવી હતી. પરંતુ વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષાને લઇ િંચતિત હતા ત્યારે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને માધ્યમિક શિક્ષણ બોર્ડે નિર્ણય લીધો છે.

કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે. માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ ૯થી ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લીધો છે. જે અનુસાર વિદ્યાર્થીના વાર્ષીક અભ્યાસક્રમને ઓછો કરી દૃેવામાં આવ્યો છે. ધોરણ ૯થી ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓના અટ્ઠષ્ઠભ્યાસક્રમમાં ૩૦ ટકાનો ઘટાડો કરી દૃેવામા આવ્યો છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ધોરણ ૯થી ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં જે ૩૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે તે એક વર્ષ માટે લાગુ રહેશે. શાળાઓને આ વિશે ટુંક જ સમયમાં વધુ જાણકારી આપી દૃેવામાં આવશે કે કેવી રીતે માધ્યમિક બોર્ડે અભ્યાસક્રમમાં ૩૦ ટકાનો ઘટાડો કર્યો છે. અિંહ મહત્વની વાત એ છે કે, જે અભ્યાસ ક્રમ ઘટાડવામાં આવ્યો છે તેની અંદૃર આવતા સવાલો પરીક્ષામાં પૂંછવામાં આવશે નહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.