દુધના ટેક્ધરમાંથી ૧૩૫ પેટી વિદેશી દારુ પકડાયો

ઉત્તર પ્રદેશ અને બિહાર બોર્ડર ઉપર પોલીસ ચેકિંગ દરમિયાન ગેરકાયદે દારૂ ઘૂસાડવાનો પર્દાફાશ થયો છે. પોલીસે મોટી માત્રામાં દારૂની ખેપ પકડી પાડી હતી. પોલીસે દુધના ટેન્કરમાં સંતાડીને બોર્ડર પાર લઈ જવાતો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. પોલીસે બૂટલેગરોના પ્લાન ઉપર પાણી ફેરવી દીધું હતું. પોલીસે ટેન્કરમાંથી ૧૨ લાખ રૂપિયાનો દારૂ જપ્ત કર્યો હતો. સાથે જ પાંચ બૂટલેગરોની પણ ધરપકડ કરી હતી. અત્યારે બિહારમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. આવી સ્થિતિમાં બૂટલેગરો પણ સક્રિય થયા છે. દારૂબંધીના કારણે બીજા પ્રદેશમાં ચૂંટણી માટે દારૂ પહોંચાડવામાં આવી રહૃાો છે.

બોર્ડર ઉપર પોલીસ સતર્ક થઈ ગઈ છે. જેના પગલે પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. નૌબતપુરના ઉત્તર પ્રદેશ અને બિહાર બોર્ડર ઉપર પોલીસ દ્વારા ચેકિંગ હાથ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસે એક દુધના ટેન્કરને રોક્યું હતું. જે દેખાવથી અલગ લાગી રહૃાું હતું. દેખાવમાં દુધનું ટેન્કર લાગી રહૃાું હતું. પરંતુ પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે ટેન્કરમાંથી મોટી માત્રામાં દારૂ મળ્યો હતો. પોલીને ચકમો આપીને દારૂની તસ્કરની કરવાનો પ્લાન હતો. જેના માટે દુધના ટેન્કરનો ઉપયોગ કર્યો હતો. એટલું જ નહીં આ ટેક્ધરની આગળ એક કાર ચાલતી હતી. જેમાં સવાર ત્રણ બૂટલેગરો ટેન્કરને એક્સોર્ટ કરી રહૃાા હતા.

પોલીસે આ કન્ટેનરને વિદેરૂની ૧૩૫ પેટી દારૂ જપ્ત કર્યો હતો જેની કિંમત આશરે ૧૨ લાખ રૂપિયા ગણવામાં આવે છે. પોલીસે આ મામલે પાંચ બૂટલેગરોની પણ ધરપકડ કરી હતી. ચંદૃોલીના એસપી હેમંત કુટિયાલના જણાવ્યા પ્રમાણે ચંદોલીની સર્વિલન્સ અને સ્વાટ ટીમની સંયુક્ત કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે. એસપીએ જણાવ્યુ કે પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી ચાર લોકો હરિયાણાના રહેનારા છે અને એક વ્યક્તિ બિહારનો રહેવાસી છે.