દિવાળી પહેલા આતંકી હુમલાનું એલર્ટ, અમદાવાદમાં પોલીસ પેટ્રોલિંગ વધારાયુ

દિવાળી પૂર્વે અમદાવાદનાં અનેક વિસ્તારોમાં એસઓજીની ટીમે બીડીડીએસ અને ડોગ સ્ક્વોડને સાથે રાખીને ચેકીંગ કર્યું છે. ભદ્ર વિસ્તાર ભીડભાડ વાળો હોવાથી અને આઈબીનું પણ ઇનપુટ હોવાથી એસઓજી તરફથી તહેવાર પૂર્વે આ ચેકીંગ કરાયું હતું. ડોગ સ્કવોડ અને બીડીડીએસ ની ટિમ પહોંચતા જ ખરીદી કરવા આવેલા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. જોકે પોલીસે અને અન્ય ટીમે ચેકીંગ કરતા લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. દિવાળીને લઈને આઈબીએ તાજેતરમાં એલર્ટ જાહેર કરાયુ છે. આતંકી હુમલા ને લઈને આ એલર્ટ આપતા પોલિસે ભીડભાડ વાળા વિસ્તારોમાં ચેકીંગ કર્યું હતું.

દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી હોવાથી શહેરની તમામ એજન્સીઓ એલર્ટ બની ગઈ છે. કોઈ અન ઇચ્છનીય બનાવ ન બને તે માટે એલર્ટ આપવામાં આવતા તમામ ભીડભાડ વાળી જગ્યાઓ પર તપાસ કરાશે. એસઓજીની ટીમે આજે ભદ્ર બજારમાં તપાસ કરી હતી. ભીડભાડ વાળા વિસ્તાર એવા ભદ્ર બજારમાં એસઓજી ની ટિમ એ સરપ્રાઈઝ ચેકીંગ કરી બીડીડીએસ અને ડોગ સ્ક્વોડ દ્વારા અહીં વેપારીઓના તમામ સામાન અને વાહનો ચેક કરવામાં આવ્યા હતા. તો આગામી દિવાસોમાં હોટલ, ધાબા ચેકીંગ અને મોલ માં પણ સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાશે. સાથે સાથે પોલીસ કમિશનરે ફટાકડા ને લઈને જાહેરનામું બહાર પાડતા તમામ દુકાનદારો ની સુરક્ષા એજન્સીઓએ વિગતો મંગાવી છે.

ધ્વનિ અને વાયુ પ્રદુષણ કરતા તથા વિદેશી ફટાકડા વેચનાર સામે પણ આગામી દિવસોમાં કાર્યવાહી કરાશે. પોલીસની બાજ નજર અમદાવાદના ભીડભાડાવાળા વિસ્તારો પર છે ત્યારે પોલીસે આજે બોમ્બ ડિફયૂઝ અનેડિસ્પોઝિબલ સાધનો સાથે ચેકિંગ કર્યુ હતું જોકે, બજારમાં દિવાળીને લઈને ભીડ હોવાથી લોકોમાં આશ્ર્ચર્ય સર્જાયું હતું. ઉલ્લેખનીય છે કે ઇન્ટેલિજન્સ બ્યૂરો દ્વાલા સમયાંતરે એલર્ટના મેસેજ આપવામાં આવતા હોય છે, ત્યારે અનેક વાર સુરક્ષા એજન્સીઓના આવા મેસેજને અવગણવા ભારે પડી જાય છે ત્યારે પોલીસે દુર્ઘટના પહેલાં જ સાવચેતીની સ્ટ્રેટેજી અપનાવી છે.