ત્રણ વ્યકિતઓને નોકરીની લાલચ આપી ગઠીયો ૪૩ લાખથી વધુ રકમ લઇ ફરાર

અમદાવાદ શહેરમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં શહેરના સરસપુરમાં ભાડાના મકાનમાં રહેતો ગઠિયો નોકરીના લાલચ આપીને ત્રણ વ્યક્તિ પાસે રૃા. ૪૮.૫૦ લાખની ઠગાઇ કરી ફરાર થઇ ગયો છે, એટલું જ નહી મામલતદાર કચેરીમાં ભાડે કાર મુકવાનું કહીને બે કાર પણ લઇ ગયો હતો, શરુઆતમાં સમયસર ભાડુ પણ આપતો હતો.

ચોંકવનારી વાત એ છે આ કારમાં દારૂની ખેપ મારતો હતો પોલીસે કાર કબજે લેતા કારનો માલિક ફસાઇ ગયો હતો. આ કેસની વિગત એવી છે કે મુળ ભાવનગરના વતની અને સરસપુરમાં રિધ્ધી એપાર્ટમેન્ટમાં રહેતા હિમતભાઇ મણીશંકર જાનીએ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં સુરેન્દ્રનગરના ખંભાલાવ ગામના વિજયિંસહ ચન્દ્રસિંહ પરમાર તથા સેજલબહેન ભાભોર (રહે : દહેદગામ) સામે છેતરપીંડીની ફરિયાદ નોધાવી છે કે તેઓને આરોપીએ પોતાની ઓળખ પોલીસ કર્મચારી તરીકેની આપી હતી અને ગૌણ સેવા સચિવ સાથે ઓળખાણ હોવાની વાત કરીને ફરિયાદીના પુત્ર તથાભાણીયાને સરકારી નોકરી અપાવાની લાલચ આપી હતી અને સચિવ ગુજરાત રાજ્યના નામનો બનાવટી સહિ-સિક્કા વાળો નોકરી નિમણૂક અંગેનો ઓર્ડર આઆપ્યો હતો તેમના દિકરા તથા ભાણીયા તથા અન્ય મેમનગરના એક વ્યક્તિ પાસેથી સાત લાખ સહિત રોકડા રૃા. ૧૯ લાખ આઠ મહિના પહેલા પડાવ્યા હતા.

જો કે નોકરી માટે થોડો સમય રાહ જોવાની વાત કરતો હતો. નોંધનીય છે કે ફરિયાદી તથા અન્ય વ્યક્તિની બે કારને મામલતદાર કચેરીમાં મુકાવીને મહિને રૃા. ૪૩,૦૦૦ ભાડુ આપવવાની વાત કરી હતી. ચાર મહિના સુધી સમયસર ભાડુ પણ આપ્યું હતું. પરતુ લોક ડાઉન સમયે ફરિયાદી ત્રણ મહિના સુધી વતનમાં રોકાયા હતા ત્યારબાદ અમદાવાદ આવીને જોયુ તો તેમનું મકાન ખાલી કરીને આરોપી ફરાર થઇ ગયો હતો. દરમિયાન ભરુચ પોલીસ તરફથી ફરિયાદીને સમન્સ મળ્યો હતો જેમાં તેમના નામની કાર દારૃની હેરાફેરીમાં કબજે કરવામાં આવી હતી.

ફરિાયાદીએ આરોપીનો સંપર્ક કરતાં તેણે કહૃાું કે મામલતદારનો ડ્રાઇવર કારમાં દારૃ લઇને જતો હતો તે સમયે કાર કબજે લીધી હતી, હુ કાર છોડાવી આપીશ તેવી વાત કર્યા બાદ આરોપી ફરિયાદીનો ફોન ઉપાડતો બંધ થઇ ગયો હતો જેથી અંતે હારીથાકીને તેની સામે ફરિયાદ નોધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW