જૂનાગઢમાં વરસાદના કારણે મગફળી સડી જતા ખેડૂતે ૨૦ વીઘાના પાકને લગાવી આગ

રાજ્યમાં ફરી વરસેલા કમોસમી વરસાદના કારણે જગતાના તાત ખેડૂતોની હાલત કફોડી બની છે. રાજ્યમાં વરસેલા વરસાદના કારણે ખેડૂતો પરેશાન છે અને જેના પાક ખેતરમાં ઊભા હતા તે સડી ગયા છે. દરમિયાન જૂનાગઢના વંથલીમાં આવેલા શાહપુરના એક ખેતરનો હૃાદય દ્વાવક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ખેતરમાં મગફળીના પાકને આગ લગાડીને નાશ કરવામાં આવી રહૃાો હોવાનું જોવા મળે છે. ખેડૂતના ખેતરમાં વાવેલી ૨૦ વીઘા જેટલી મગફળી કમોસમી વરસાદના કારણે સડી જતા તેને નાશ કરવાનો વારો આવ્યો હતો. ખેડૂત પાસે આ મગફળી બાળી નાખવા સિવાય બીજો કોઈ ચાર બચ્યો નથી.

જૂનાગઢ પંથકમાં બે દિવસથી કમોસમી વરસાદે માજા મૂકી છે ત્યારે હાસમભાઈ નામના ખેડુતે મગફળીના પાથરા સળગાવી દીધા હતા. ચાલુ વર્ષે જૂનાગઢ જીલ્લામાં ૧૦૦%થી વધુ વરસાદ પડ્યો છે જેને લઈને ખેડૂતોના કપાસ અને મગફળીનાં પાક ફેઈલ થયા છે, અને હાલમાં ખેડૂતો ને બેવડો માર પડ્યો છે. એક તો અવીરત વરસાદને લઈ ને ખેડુતોને પાકનાં બીયારણ, દવા, અને મજરી પણ માથે પડી છે અને હવે જ્યારે ખેતરમાંથી મગફળી કાઢી ને અમુક ખેડૂતો એ પાથરા કર્યા હતા તે પણ કમોસમી વરસાદને લઈ ને પલળી ગયા હતા સાથે પશુઓ માટેનાં ચારાને પણ નુકશાન થતા પોતાના પશુ ઓને કેમ સાચવવા તેની મૂંઝવણ ખેડૂતોને સતાવી રહી છે.

જૂનાગઢ શહેરમાં પણ કમોસમી વરસાદને લઈને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ગઈકાલે પણ જૂનાગઢ પંથકમાં આસોમાં અષાઢી માહોલ સર્જાયો હતો અને વીજળીનાં ચમકારા અને ગાજવીજ સાથે એક ઈંચ જેટલો વરસાદ પડયો હતો. ગિરનાર પર્વત પર બે ઈંચ જેટલો વરસાદ પડતાં સોનરખ નદીમાં પુર આવતા દામોદર કુંડ બે કાંઠે છલકાઈ ગયો હતો અને ભારે પૂર આવ્યુ હતું. હવામાન ખાતા ની જે આગાહી હતી તે પ્રમાણે કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોની માઠી દૃશા બેઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW