જૂનાગઢમાં કોરોના થયાની શંકાથી ડરી ગયેલા આધેડે કર્યો આપઘાત

કોરોનાનો હાવ એટલો માણસોના મનમાં હાવી થઈ જાય છે કે ક્યારેક તે પોતાની જિંદગીગનો અંત આણી નાખે છે, જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝીટીવ બે દર્દીએ હોસ્પિટલમાંથી છલાંગ લગાવીને મોતને વ્હાલું કરી લીધું છે, ત્યારે વધુ એક ઘટના જેમાં એક આધેડને કોરોના ન હોવા છતાં માત્ર તેના ભયથી જ આપઘાત કરી લીધાની ઘટના પોલીસ દતરે નોધાઇ છે.

માળિયા તાલુકાના જલંધર ગામના હરેશભાઈ કરશનભાઈ માઢક ઉ.૫૪ ગામમાં મળતાવડા અને સેવાભાવી માણસ હતા, પરંતુ છેલ્લા ચારેક દિવસથી તેઓને કોરોના હોવાની શંકાએ તેના મનમાં એક ભયએ ઘર કરી લીધું હતું. જેને લઈને ગતરાતે પોતાની વાડીએ ઝેરી દવા પી લઈને આપઘાત કરી લીધો હતો, આ અંગેની તપાસ કરી રહેલા હેડ કોન્સ્ટેબલ દિલીપિંસહ સિસોદિયાએ જણાવ્યું કે, તેમણે લખેલી એક ચીઠી મળી આવી છે, જેમાં તેમણે લખ્યું છે કે, મને કોરોના હશે તો, મારી પાછળ મારા પરિવારને નો થાવો જોઈએ, મને ખાડો ખોદીને દાટી દેજો, તેવું લખાણ લખીને તેમણે આપઘાત કરી લીધો છે. તેમના પરિવારના સભ્યોએ પોલીસને જણાવેલું કે, તેમના પિતાને સારણગાઠનું ઓપરેશન કરવાનું હતું, જેથી ડોકટરે પહેલા કોરોના ટેસ્ટ કરવી લેવાનું જણાવેલ ત્યારથીતેના પિતા વ્યથિત રહેતા હતા, તેને એક બીક હતી કે તેને કોરોના પોઝીટીવ આવશે તો, જેને લઈને તેઓ ઘરમાં પણ પરિવારથી અલગ અલગ રહેતા અને તેમના વાસણ કપડા સહિતના કામો જાતે જ અલગથી કરતા હતા, રાતે બે વાગ્યે તેઓ ચીઠી લખીને પુત્રને સવારે વાડીએ આવવા જણાવીને વાડીએ જઇને અંતિમ પગલું ભરી લીધું હતું