જામનગરમાં ૧૭ વર્ષની સગીરા પર ગેંગરેપ આચરનાર ચોથો આરોપી ઝડપાયો

આરોપીને કોંગ્રેસ મહિલાએ સેન્ડલ મારતા અફરાતફરી

ઉત્તરપ્રદૃેશના હાથરસ ગામમાં ૧૯ વર્ષની યુવતી પર ગેંગરેપની ઘટના બાદ જામનગરના યાદવનગરમાં રહેતી ૧૭ વર્ષની સગીરા પર ચાર શખ્સોએ ઉંઘની દવા પીવડાવી સામુહિક દૃુષ્કર્મ આચર્યુ છે. જે મામલે ગઈકાલે પોલીસે ૩ આરોપીને ઝડપી પાડ્યા હતા. જે બાદ ચોથો આરોપી પણ પોલીસ સકંજામાં આવી ગયો છે. ત્યારે એલસીબી જ્યારે ચોથા આરોપીને પોલીસ સ્ટેશન લઈને પહોંચી ત્યારે કોંગી મહિલાએ સેન્ડલ મારતા અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ ગેંગરેપ ૨૮ સપ્ટેમ્બરના થયો હતો. જેની ફરિયાદ પાંચ દિૃવસ બાદ નોંધાઇ હતી. જેમાં ભોગ બનનારના કાકાના દિૃકરાને ઘટનાની ગંધ આવી જતાં તેણે ભોગગ્રસ્ત સગીરાની માતાને વાત કરી હતી. જે બાદ સગીરાને િંહમત આવતા તેણીએ ચારેય શખસો વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

શહેરભરમાં ખળભળાટ મચાવનાર બનાવની મળતી માહીતી મુજબ વુલનમીલ યાદવનગરમાં ગત ૨૮ સપ્ટે.ના બપોરે દૃોઢ કલાકે દૃર્શને ફોન કરી સગીરાને મોહીતના ઘરે બોલાવી હતી. જ્યાં ચારેય શખ્સોએ સગીરા પર ગેંગેરેપ ગુજાર્યો હતો. ઘટનાથી હતપ્રભ બનેલી સગીરાએ આ અંગે કોઇને વાત કરી ન હતી. સગીરા એટલી બધી ડરી ગઇ હતી કે તે ગુમસુમ રહેવા લાગી હતી. પરંતુ તે બાદ તેણીના કાકાના દિૃકરા થકી માતાને ખબર પડતા સમગ્ર પ્રકરણ પોલીસ મથકે પહોંચ્યું હતું. દર્શન સાથે સગીરાને એક જ વિસ્તારમાં રહેતા હોવાથી વાત કરવાનો વ્યવહાર હતો તેમ સગીરાએ કહૃાું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.