જામનગરમાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મ, જીગ્નેશ અને હાર્દિકે લીધી પીડિતાના પરિવારની મુલાકાત

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી જામનગરની દુષ્કર્મ પિડિત પરિવારની મુલાકાત કરી. તેઓએ કહૃાુ હતુ કે આઝાદી બાદ દેશમાં મહિલાઓના રક્ષણમાં આપણે નિષ્ફળ ગયા. બહેન દીકરી પર અત્યાચારો ન થાય તો જ સાચા અર્થનો વિકાસ છે. જામનગરમાં દુષ્કર્મની ત્રણ ચાર ઘટનાઓમાં પક્ષા પક્ષી છોડી પીડિત પરિવારની પડખે ઊભા રહી ન્યાય અપાવવો જોઈએ. રાજ્યમાં બહેન દીકરીઓ છૂટથી ફરી શકે તેવું વાતાવરણ સરકારે ઉભુ કરવું જોઈએ. આ મુલાકાતમાં કોઈ રાજનીતિ નથી.

જામનગરમાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મની ઘટનાથી ચકચાર મચી છે. બે શખ્સોએ ૧૭ વર્ષીય સગીરાનું અપહરણ કરી તેમના પર દુષ્કર્મ આચર્યું. સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાથતાં પોલીસે કચ્છમાંથી આરોપીને સગીરા સાથે ઝડપી પાડ્યો. પોલીસે મુખ્ય આરોપી સાવન શાહ તેને મદદ કરનાર યશ લાલવાણી અને યોગીરાજિંસહ જાડેજાની ધરપકડ કરી છે.